ઝૂલે પારણિયે શ્રી પુરુષોત્તમ કમલાપતિ જેનો પાર ન પામે શિવ બ્રહ્મા મુનિશેષ ૩/૪

ઝુલે પારણિયે શ્રી પુરુષોત્તમ કમલાપતિ,
જેનો પાર ન પામે શિવ બ્રહ્મા મુનિશેષ... ઝુલે૦ ૧
એ તો અખિલ ભુવનના કર્તા હર્તા છે અતિ,
શોભે નર નાટક ધરી હરિ બાલુડે વેષ... ઝુલે૦ ૨
જેના એક રોમે કોટિ બ્રહ્માંડ ઉડતાં ફરે,
જેની ભ્રકુટિ જોઇને થર થર કંપે કાળ; ઝુલે૦ ૩
તે પ્રભુ પ્રાકૃત બાળકની પેઠે રુદન કરે,
ઉડે ચકલાં તે જોઇ બીયે દીનદયાળ... ઝુલે૦ ૪
જેની શિવબ્રહ્માસનકાદિક પૂજે ચાખડી,
જેના વારણીયા લઇ વન્દે મુક્ત અનેક, ઝુલે૦ ૫
કંપે કાળમાયા જેની ભૃકુટિ જોઇને વાંકડી,
એવો અનંત શક્તિધર અક્ષરપતિ પ્રભુ એક... ઝુલે૦ ૬
તે પ્રભુ પ્રગટ્યા દ્વિજકુલ નિજજનને સુખ આપવા,
કરવા ઘોર કળિમાં અનેક પતિત ઉદ્ધાર; ઝુલે૦ ૭
આવ્યા અવનિ ઉપર ધર્મ એકાંતિક સ્થાપવા,
એવા પ્રગટ હરિ પર પ્રેમાનંદ બલિહાર... ઝુલે૦ ૮

મૂળ પદ

માતા પ્રેમવતી ઝૂલાવે કુંવર પારણે

મળતા રાગ

રામકલી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી