અયોધ્યા સરયુ તટે સંભળાય, મધુર જળ તરંગ હાલરડું ૧/૧

અયોધ્યા સરયુ તટે સંભળાય, મધુર જળ તરંગ હાલરડું;
	છપૈયા ગામ સીમાડે ગવાય, મીઠે સુર પક્ષીનું હાલરડું...અયો૦
સરવરિયા બ્રાહ્મણ કુળ એ, ધર્મ ભક્તિને ગૃહ મંદિરીએ;
	ઈશ્વરનો અવતાર થાય, ચોઘડિયાં ચલવે હાલરડું...અયો૦
સંવત અઢારસો સાડત્રીશ, ચૈત્ર સુદિ નવમીની રાત્રિ;
	જનમ્યા રામરૂપે ભગવાન, ફેલાયું આનંદ હાલરડું...અયો૦
અપ્સરા ગંધર્વો ત્યાં આવે, નંદનવન ફૂલડે વધાવે;
	શ્રીજીને પારણિયે પધરાવે, કિન્નરગણ ગાય હાલરડું...અયો૦
દેવ દેવી જાહ્નવી જળની, ભરી લાવી સુવર્ણ ગાગરડી;
	કેસરિયાં સ્નાન કરાવે, ગાયે ગરવે હાલરડું...અયો૦
નરનારી બાળ ઊભરાયે, હીરા મોતીની માળા ધરાવે;
	ઝરિયાની પોશાક પેરાવે, સુણાવે સૂરીલું હાલરડું...અયો૦
માતા પ્રેમવતી હુલસાવે, નવરત્ન હીંચોળે હીંચાવે;
	સોહે ગાવે સકલ સંસાર, સહજાનંદનું હાલરડું...અયો૦
રાજા રાણી સંત મહંત, દર્શને આવે છે અનંત;
	તે તો તરે છે ભવસાગર, સહજાનંદનું હાલરડું...અયો૦
 

મૂળ પદ

અયોધ્યા સરયુતટે સંભળાય

મળતા રાગ

હાલરડું

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
1
0