સહજાનંદસ્વામી રે પોતે પરબ્રહ્મ છે રે ૨/૪

સહજાનંદસ્વામી રે પોતે પરબ્રહ્મ છે રે,
	સ્વામિનારાયણ જેનું નામ રે;
સત્ય ધર્મ સ્થાપી રે અધર્મ ટાળિયો રે,
	કીધા વાલે નિજજન અતિ નિષ્કામ રે	...સહજાનંદ૦ ૧
પોતાના આશ્રમની રે રીતિ પ્રગટ કરી રે,
	કળિ મધ્યે કામની લીધી લાજ રે;
સમજુ ને શાણા રે જાણી એ પ્રતાપને રે,
	નિશ્ચય કરી જાણ્યા શ્રીમહારાજ રે	...સહજાનંદ૦ ૨
જમ ને પાખંડી રે કૂટે છે પેટને રે,
	જાણે લીધો આપણો સર્વે ગરાસ રે;
સત્સંગ ફેલાયો રે સર્વે સંસારમાં રે,
	કેને ગળે જઈ નાંખશું હવે પાશ રે	...સહજાનંદ૦ ૩
એકાંતિક ધર્મ રે પ્રગટ કરી આપિયો રે,
	કીધા વાલે બ્રહ્મરૂપ નિજદાસ રે;
મુક્તાનંદ કહે છે રે જાઉં એને વારણે રે,
	જેણે મુને આપ્યો બૃહદ વાસ રે		...સહજાનંદ૦ ૪
 

મૂળ પદ

સહજાનંદસ્વામી રે ન પ્રગટત આ સમે રે

મળતા રાગ

ગરબી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


ગોપી બની ગયા ગિરધારી
Studio
Audio
0
0