એવા સંત હરિને પ્યારારે, હાંરે તેથી ઘડીએ ન રહે વહાલો ન્યારારે૩/૪

૭૦૧ પદ ૩/૪
એવા સંત હરિને પ્યારારે, હાંરે તેથી ઘડીએ ન રહે વહાલો ન્યારારે,                    ટેક.
મહિમા હરિનો સારી પેઠે જાણે, મન અભિમાન તેનો લેશ ન આણે;
હાંરે રહે બ્રહ્મ સ્વરૂપ મતવાલારે.                                                                        એવા.૧
નાના મોટા ભજે જે હરિને, મન ક્રમ વચને દ્રઢ કરીને,
હાંરે તેને પોતાના કરતાં જાણે સારારે.                                                                એવા.૨
એવા તે સંતને વસિયેરે પાસે, જન્મ મરણનો સંભવ નાસે,
હાંરે વરસે અખંડ તે બ્રહ્મરસ ધારારે.                                                                  એવા.૩
એ સંતને તે સેવે જે પ્રાણી, પ્રેમ પ્રતિતી ઉરમાં આણી,
હાંરે પ્રેમસખી કહે ઉતારે ભવ પારારે.                                                                 એવા.૪ 

મૂળ પદ

આજ મારે હરિ પરોણા ઘેર આવ્‍યા, હાંરે મેં તો મોતીડાંને

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન સાગર ભાગ-૩
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
જેમીશ વિઠ્ઠાણી
પહાડી
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494Studio
Audio
0
0