માધવરે મારે ઘેર આવો, મારે ઘર આવો હસીને બોલાવો, ૪/૪

૬૪૨ પદ ૪/૪

માધવરે મારે ઘેર આવો, મારે ઘર આવો હસીને બોલાવો, મારે. ટેક.

શોભીતા શણગાર સજીને, બાંધીને જરકસી પાઘ,

કેસરકેરી આડ કરીને, જીવન જોયા લાગ.મારે.૧

મંદિરિયે આવો મોહનજી, જોયાની છે ખાંત,

મળવાનું પણ છે મારા મનમાં, કહેવી છે વાત એકાંત.મારે.૨

અલબેલા આંખડલીમાં રાખું, નાંખું વારીને પ્રાણ,

પ્રેમાનંદકે પલક ન મેલું , રસિયાજી ચતુર સુજાણ.મારે.૩

મૂળ પદ

મોહન રે આવો મને મળવા,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચૈતન્યસ્વરૂપદાસ સ્વામી - BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી

શ્રીજી પધાર્યા
Studio
Audio
0
0