અલબેલા ચતુર નંદલાલ, હો લાડીલા છેલ મોહી તારે છોગાલે, ૨/૪

 ૬૪૪ પદ ર/૪

અલબેલા ચતુર નંદલાલ, હો લાડીલા છેલ મોહી તારે છોગાલે,
મારું ચિત્તડું ચોરે છે તારી ચાલ, હો                                                      લા. ટેક.
છોગાવાળા છબીલા તારાં છોગલાં, જોવાને કેડે કેડે ડોલું,
વહાલાજી વધાવું મોંઘે મોતીડે, ઘણી ખમા ખમા કહી બોલું.હો              લા.૧
સામું જોઇને હસો છો હરિ હેતમાં, વહાલાજી વાધે છે બહુ પ્રીત,
ગુણવંતા ગમો છો બહુ ચિત્તમાં, મારી પાડોશણના મીત.હો                  લા.૨
વહાલા ફૂલડે ભરી છે તારી પાઘડી, રૂડાં છોગાં ખોસ્યા છે બેઉ કાન,
ઓઢી ઉભા સોનેરી શેલું સામળા, પ્રેમાનંદ જોઇને ગુલતાન.હો            લા.૩
 

મૂળ પદ

ઓરા આવો મોહન ચિત્તચોર, હો કોડીલા કાન જોઉં તારી મૂર્તિ,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી