હાં રે મેં તો જોયા ચતુર નંદલાલ રે, ઊભા ઓસરીએ ૨/૪

હાં રે મેં તો જોયા ચતુર નંદલાલ રે, ઊભા ઓસરીએ;
	હાં રે કર્યાં તિલક કેસર કેરાં ભાલ રે, સુંદરવર હરિએ...ટેક.
શ્વેત પાઘ શિર ઉપર શોભે,
		હાં રે જોઈ છોગલિયું ચિત્ત લોભે રે...ઊભા૦ ૧
શ્વેત હાર પહેર્યા ઉર પર કાજુ,
		હાં રે બાંધ્યા શ્વેત ફૂલોના બાજુ રે...ઊભા૦ ૨
શ્વેતાંબર સર્વે અંગે બિરાજે,
		હાં રે જોઈ કોટિક કામ છબી લાજે રે...ઊભા૦ ૩
પ્રેમાનંદ કહે પલવટ વાળી,
		હાં રે ચડયા ઘોડલડે વનમાળી રે...ઊભા૦ ૪
 

મૂળ પદ

હું તો જાઈશ ગિરિધર જોવા રે, મા મુને વારીશ મા

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


કેસરિયા વર કાન
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
પ્રવિણભાઇ ઝવેરી
ભૈરવી
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0