ધન્ય ઉત્તમ ભૂપ અતિ જતને ઘેર રાખ્યા સહજાનંદ હરિ, ૬/૧૪

૭૩૨ પદ ૬/૧૪

ધન્ય ઉત્તમ ભૂપ અતિ જતને ઘેર રાખ્યા સહજાનંદ હરિ,

નવ દુભ્યા જરી ફૂલતણી પેરે, રાખ્યા અતિ પ્રીતિ કરી, ટેક.

જમાડતાં ભોજન કરીને પ્યારાં, પે'રાવતાં વસન જરકસી સારાં,

અંગો અંગ ધરાવતાં ભુષણ ન્યારાં.ધન્ય. ૧

ધન્ય ઉત્તમના પરિવારને, જેણે રાજી કર્યા કરતારને,

વાર્યું હરિ પર લઇ ઘરબારને.ધન્ય.૨

ધન્ય જન્મ ધર્યાનું ફલ લીધું, ધન્ય સર્વ લઇ હરિને દીધું,

નૃપે એક હરિનું ગમતું કીધું.ધન્ય.3

ધન્ય વેચાણો હરિને હાથે, જ્યાં જાયે ત્યાં પ્રભુજીને સાથે,

પ્રેમાનંદ કે' કૃતારથ કીધો નાથે.ધન્ય. ૪

મૂળ પદ

ધન્ય ધર્મકુમાર વારવાર ઘનશ્યામને જાઉં હું તો વારણે,

મળતા રાગ

તન ધન જાતા હરિ જન હોય તે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
સારંગ
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
0
0