મારી લાગી છે તમ સંગ પ્રીત રે, સુંદર શામળિયા ૧૧/૧૪

મારી લાગી છે તમ સંગ પ્રીત રે, સુંદર શામળિયા;
			છો મનમોહન મારા ચિત્ત રે...સુંદર૦ ૧
કરી રાખું હૈયાના હાર રે-સુંદર૦ રંગ છેલડા ધર્મકુમાર રે-સુંદર૦ ૨
મારું મન માન્યું તમ સાથ રે-સુંદર૦ મને મળો હરિ ભરી બાથ રે-સુંદર૦ ૩
તમે છો મારા જીવનપ્રાણ રે-સુંદર૦ હું તો નાથ તમારો વેચાણ રે-સુંદર૦ ૪
મને રાખો હરિ તમ પાસ રે-સુંદર૦ પૂરો પ્રેમાનંદની આશ રે-સુંદર૦ ૫
 

મૂળ પદ

ધન્ય ધર્મકુમાર વારવાર ઘનશ્યામને જાઉં હું તો વારણે,

મળતા રાગ

ઢાળ : તારી મૂર્તિ લાગે છે મને પ્યારી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


શ્રી હરિ સાચે હિતકારી
Studio
Audio
0
0