પ્રગટ હરિ મુજને મલ્યારે લોલ, ૧/૪

૭૪૧ પદ ૧/૪ રાગ ગરબી

પ્રગટ હરિ મુજને મલ્યારે લોલ,

કાંઇ કહ્યામાં નાવે વાત મારી બેની, ટેક.

આજ દીનબંધુ અઢળ ઢળ્યારે લોલ,

પોતે પુરુષોત્તમ સાક્ષાત મારી બેની.પ્રગ. ૧

એતો પ્રકૃતિ પુરુષથી પર છેરે લોલ,

એતો અક્ષરતણા આધાર, મારી બેની.પ્રગ.

એતો રાધા રમાના વર છેરે લોલ,

એનો નિગમ ન પામે પાર, મારી બેની.પ્રગ.૨

એતો રાજાધિરાજપણે રાજતારે લોલ,

એતો ત્રિભુવનપતિ ભગવાન, મારી બેની, પ્રગ.

એતો સુરનર મુનિ શિર છાજતારે લોલ,

મનમોહન રૂપનિધાન, મારી બેની.પ્રગ. 3

મહામુક્ત પૂજે જેની પાદુકા રે લોલ,

એવા પરમ પુરુષ મહારાજ, મારી બેની, પ્રગ.

જેને ઘડીયે ન મેલે રમા રાધિકારે લોલ,

એવા દુર્લ્લભ સુલભ થયા આજ મારી બેની.પ્રગ.૪

નર વિગ્રહ ધર્યો કરુણા કરીરે લોલ,

લીધો દ્વિજકુળે અવતાર, મારી બેની, પ્રગ.

પ્રેમાનંદનો સ્વામી આજ શ્રી હરિ રે લોલ,

મુકિત આપી કરે ભવપાર, મારી બેની.પ્રગ.૫

મૂળ પદ

પ્રગટ હરિ મુજને મલ્‍યારે લોલ,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

ભક્તિ સ���ધા
Live
Audio
0
0