જાઉં ધર્મકુંવરને વારણેરે લોલ, ૪/૪

૭૪૪ પદ ૪/૪
 
જાઉં ધર્મકુંવરને વારણેરે લોલ,ભવ બુડતાં ઝાલી મારી બાંહ્ય, અલબેલે,  ધર્મ.ટેક
બાંહ્ય ઝાલી તાણી લીધી બારણેરે લોલ,નહિ તો વહી જાત કયાંની કયાંય, અલબેલે. ધર્મ. ૧
વહાલે ઘોર કલિમે કરુણા કરી રે લોલ,લીધો ધર્મ ગૃહે અવતાર, અલબેલે,  ધર્મ.
પોતે અક્ષરપતિ આવ્યા હરિ રે લોલ,કરવા અધમતણો ઓધાર, અલબેલે. ધર્મ. ૨
વહાલે પ્રગટ પ્રતાપ જણાવીયોરે લોલ,મેટ્યા લખ્યા વિધાતાના લેખ, અલબેલે,  ધર્મ.
જીવ જમના તે હાથથી છોડાવીયારે લોલ.મારી કરમની રેખપર મેખ, અલબેલે. ધર્મ.૩
ચાર વર્ણને આશ્રમ ચારનારે લોલ,થાપ્યા અચલ ધરાપર ધર્મ, અલબેલે,  ધર્મ.
મદ્ય માંસ ચોરી ફેલ જારનારે લોલ,નરનારીનાં મેલાવ્યાં કર્મ, અલબેલે. ધર્મ. ૪
કીધાં શુદ્ધ અંતર નરનારીના રે લોલ,ધર્મભકિત પધરાવ્યા માંહ્ય, અલબેલે,  ધર્મ.
એવાં દિવ્ય ચરિત્ર ગિરિધારીના રે લોલ,પ્રેમાનંદ જોઇને વારી જાય, અલબેલે. ધર્મ. ૫ 

મૂળ પદ

પ્રગટ હરિ મુજને મલ્‍યારે લોલ,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

પરંપરાગત (સ્વરકાર)
શ્રીજી વંદના
Studio
Audio
0
0