ઝૂલો ઝૂલોરે કેસરિયાવર હિંડોળે રે હું ઉતરું તમે ઝૂલો ગિરધર, હળવેસું ઝૂલાવું હરિવર ૩/૪

ઝૂલો ઝૂલોરે કેસરિયાવર હિંડોળે રે. ઝૂલો૦
હું ઉતરું તમે ઝૂલો ગિરધર, હળવેસું ઝૂલાવું હરિવર;
કેસર ચંદન ચરચું હરિ તન ગોરડે રે. ઝૂલો૦ ૧
ફૂલતણા જામા હરિ પહેરો, હેત કરી મુજ સામું હેરો;
ચિત્તડું મારું ચોરો ફૂલાં તોરડે રે. ઝૂલો૦ ૨
મંદમંદ હરિ મેહુલો વરસે, ચમકે વીજ ગગનમાં વરસે;
બોલે મોર બપૈયા ઊંચે સોરડેરે. ઝૂલો૦ ૩
કરજોડી તમ ચરણે લાગું, તમ પાસે હરિ એ વર માગું;
પ્રેમાનંદના નાથ રહો મારે ઓરડે રે. ઝૂલો૦ ૪

મૂળ પદ

રંગભીનારે શામળીયા આવો ઝૂલીયેરે

મળતા રાગ

સોરઠ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ

માલકૌંસ
સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

ઋષિકુમાર શાસ્ત્રી (સ્વરકાર)
કિર્તન ભક્તિ ભાગ-૧
Studio
Audio
0
0