એમ અગણિત વિશ્વ રચાય છે, સહજાનંદજી, ૧/૧

એમ અગણિત વિશ્વ રચાય છે, સહજાનંદજી,
	સહુના પાલણ પોષણ થાય છે, સહજાનંદજી.		૧
નાથ ભ્રકુટી તણો વિલાસ છે, સહજાનંદજી,
	એવી અનંત શકિત તમ પાસ છે, સહજાનંદજી.		ર
ક્ષર અક્ષર સહિત સ્રજી લય કરો, સહજાનંદજી,
	વળી સ્વતંત્ર થકા એક વિચરો, સહજાનંદજી.		૩
એવા યોગ કલાનિધિ આપ છો, સહજાનંદજી,
	વળી વ્યાપક થકા નિષ્પાપ છો, સહજાનંદજી.		૪
શું વર્ણવું બુદ્ધિ અતિ બાલ છે, સહજાનંદજી,
	મહિમા સાગર વિશાલ છે, સહજાનંદજી.			પ
મેં તો એમ જ મૂઢ નિશ્ચય કર્યો, સહજાનંદજી,
	બીજો વિવેક સર્વે મેલ્યો ધર્યો, સહજાનંદજી.		૬
આ પ્રગટ તમારો આકાર છે, સહજાનંદજી,
	સર્વે સાર તણો એ સાર છે, સહજાનંદજી.			૭
મારી સમજણનો એ સિદ્ધાંત છે, સહજાનંદજી,
	મારું તત્વ એ વેદ વેદાંત છે, સહજાનંદજી, 		૮
તમ વિના ન ઇચ્છું બીજું એક રતિ, સહજાનંદજી,
	બીજા લોક ભોગ સુખ સંપતિ, સહજાનંદજી.		૯
એક મૂર્તિ તમારી મારે એજ ઘણી, સહજાનંદજી,
	મારે કલ્પતરૂ એ ચિંતામણી, સહજાનંદજી.		૧૦
મારે એજ મુકિત સર્વે ધામ છે, સહજાનંદજી,
	મારે બીજાનું શું કામ છે, સહજાનંદજી.			૧૧
તજી અમૃત કોણ પીયે છાશને , સહજાનંદજી,
	તજી મણી કોણ લીયે કાચને , સહજાનંદજી, 		૧૨
એવા ધર્મતનય સુખધામ છો, સહજાનંદજી.
	ભકતકલ્પતરૂ પૂરણકામ છો, સહજાનંદજી, 		૧૩
મહા દિવ્ય પ્રતાપ છુપાવીને, સહજાનંદજી,
	થયા નાથજી નર ભુવિ આવીને, સહજાનંદજી, 		૧૪
દીનબંધુ દયા ઉર આણીને, સહજાનંદજી.
	આવ્યા તારવા પાપી પ્રાણીને, સહજાનંદજી, 		૧પ '
મતવાદી જાણી નવ શકે, સહજાનંદજી.
	મહા પાપી મુખે જેમ તેમ બકે, સહજાનંદજી, 		૧૬
જોઇ વૃષકુળરવિ દુઃખ દૂર ગયાં, સહજાનંદજી.
	નિજજન મન પંક પ્રફુલ્લિત થયાં, સહજાનંદજી, 	    ૧૭
મહા પ્રથીત પ્રતાપ વિસ્તારીયો, સહજાનંદજી.
	કવિ સહસ્ત્ર વદને નવ જાયે કહ્યો, સહજાનંદજી, 	    ૧૮
મહામત્ત સઘન તમ કાપીયો, સહજાનંદજી.
	ભુવિ એકાંતિક ધર્મ થાપીયો, સહજાનંદજી, 		૧૯
સર્વે ગુરુ આચાર્ય જોઇ કંપિયા, સહજાનંદજી.
	સખી મરમ અલોકીક જંપિયા, સહજાનંદજી, 		ર૦
કેનો ભાર જે કોઇનો પગ ટકે, સહજાનંદજી.
	કોઇ મુખથી વાત કરી નવ શકે. સહજાનંદજી. 		ર૧
જોઇ ધ્યાન સમાધિ ધારણા, સહજાનંદજી,
	પામ્યા અચરજ રાજા લોક ઘણા, સહજાનંદજી.		રર
થાયે પરચા દેશ વિદેશમાં, સહજાનંદજી,
	વળી ઘરઘર ભકત નરેશમાં, સહજાનંદજી.			ર૩
વળી એક અનેક રૂપ થઇ તમે, સહજાનંદજી,
	જાઓ તેડવા ભકતને અંત સમે, સહજાનંદજી.		ર૪
મહા બલિયા કામ ક્રોધ કહાવીયા, સહજાનંદજી,
	જેણે બ્રહ્માદિકને કંપાવીયા, સહજાનંદજી.	    	રપ
એવા અસૂર પકડી કર્યા હાથમાં, સહજાનંદજી,
	જીતી લીધા વાતની વાતમાં, સહજાનંદજી.			ર૬
એવાં અલૌકિક ઐશ્વર્ય દેખાડીયાં, સહજાનંદજી,
	મત્તવાદીનાં મૂળ ખોદી કાઢીયાં, સહજાનંદજી.		ર૭
બીજા અસુર માયાવી અતિ ઘણા, સહજાનંદજી,
	સર્વે પૂત રાજસ તામસ તણા, સહજાનંદજી.		ર૮
ધરી રૂપ વિધ વિધે આવિયા, સહજાનંદજી,
	તેને સામ ડંડ ભેદે સમજાવીયા, સહજાનંદજી.		ર૯
દ્રૌણીનાં વચન તે સત્ય કર્યા, સહજાનંદજી,
	કેદી શસ્ત્ર અસ્ત્ર તે નવ ધર્યા, સહજાનંદજી.		૩૦
એવાં દિવ્ય ચરિત્ર નવ જાયે કહ્યાં, સહજાનંદજી,
	આપ ઇછાએ જે જે થયાં, સહજાનંદજી.			૩૧
અતિ વૃષકુળ જશ વિસ્તારિયો, સહજાનંદજી,
	ગાઇ પ્રેમાનંદે ઉર ધારિયો, સહજાનંદજી.			૩ર
 
 

મૂળ પદ

એમ અગણિત વિશ્વ રચાય છે, સહજાનંદજી,

મળતા રાગ

ગરબી, મારો મત કહું તે સાંભળો વ્રજવાસીજી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
મહિમા
Studio
Audio & Video
0
0