ઝૂલાવે રે વ્રજનારી કુંવર કાનને રે રતન હિંડોળે શ્યામ બિરાજે; આગે તાલ પખાવજ વાજે ૪/૪

ઝૂલાવે રે વ્રજનારી કુંવર કાનને રે. ઝૂલા૦
રતન હિંડોળે શ્યામ બિરાજે; આગે તાલ પખાવજ વાજે;
ગુણિજન ગાયે સમાજે તોડે તાંનને રે. ઝૂલો૦ ૧
ઝુલે છેલ છબીલો છેલો, રસીયો રંગભીનો અલબેલો;
હસતાં સામું હેરે ચાવે પાનનેરે. ઝૂલા૦ ૨
વરસે શ્રાવણ માસ ફુવારા, મોર બપૈયા બોલે સારા;
ગોપી સર્વે ગાયે મધુરા ગાનનેરે. ઝૂલા૦ ૩
નિરખી નટવરલાલ બિહારી, પ્રેમમગન ફૂલી વ્રજનારી;
પ્રેમાનંદ બલિહારી ભીના વાનનેરે. ઝૂલા૦ ૪

મૂળ પદ

રંગભીનારે શામળીયા આવો ઝૂલીયેરે

મળતા રાગ

સોરઠ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626Studio
Audio
0
0