અનંત કળા અનંત રૂપ, અનંત શકિતધર શ્યામ, ૩/૪

 ૭૬૭ પદ ૩/૪

અનંત કળા અનંત રૂપ, અનંત શકિતધર શ્યામ,
પ્રગટ થયા પ્રભુ આ સમે, પરબ્રહ્મ પૂરણકામ.              અનંત ૧
અનંત અવતાર અવિનાશના, થઇ ગયા થાશે અનંત,
આજ સમાની રીતને, જાણે વિરલા સંત.                       અનંત ૨
એક રસનાએ શું વર્ણવું, લીલા કીર્તિ કરી પ્યાર,
વ્યાસ વિરંચી શેષ શારદા, કોયે ન પામે પાર.             અનંત ૩
આજ અલૌકિક ભાતની, પ્રગટ કરી હરિ રીત,
ના દેખી ના સાંભળી, શ્રવણે પરમ પુનીત.                  અનંત ૪
ઓળખાવ્યો સઉ જનને, આજ એકાંતિક ધર્મ,
બાળ્યાં અસંખ્ય નરનારીનાં, નિજ પ્રતાપે કર્મ.             અનંત ૫
લીધા અનંત જીવ છોડવી, મત પંથમાંથી આજ,
પ્રેમાનંદ કે દેખાડીયો, પ્રબળ પ્રતાપ મહારાજ.            અનંત ૬
 

મૂળ પદ

ધર્મકુંવરઘનશ્યામજી, અક્ષરપતિ અવિનાશ,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી