ૐ નમો પરિબ્રહ્મરાય રે, કરી વિનય ને લાગું પાય રે ૧/૪

ૐ નમો પરિબ્રહ્મરાય રે, કરી વિનય ને લાગું પાય રે;
	સદા સાકાર વિગ્રહ વાસુદેવ રે, કોટી કૈવલ્ય મુક્ત કરે સેવ રે		...૧
કાળ માયા પુરુષ પ્રધાન રે, મહાવિષ્ણુ વૈરાજ ભગવાન રે;
	નિજ દૃષ્ટિ પામીને સર્જે લોક રે, પાળે નાશ કરે અવિશોક રે		...૨
મહા તેજોમય મૂર્તિ વિરાજે રે, કોટી રવિ ચંદ્ર અગ્નિ જોઈ લાજે રે;
	સદા દ્વિભુજ કિશોર ઘનશ્યામ રે, જોઈ સુંદરતા લાજે કોટી કામ રે	...૩
સગુણ નિર્ગુણ ને કર્તા અકર્તા રે, નિરાકાર ને સાકાર દુ:ખ હરતા રે;
	એવા અક્ષરધામના ધામી રે, મળ્યા પ્રેમાનંદના સ્વામી રે		...૪
 

મૂળ પદ

ૐ નમો પરિબ્રહ્મરાય રે, કરી વિનય ને લાગું પાય રે

મળતા રાગ

ઢાળ : સંત બોલે તે ભેળો હું બોલું રે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી