હે નાથ દેહનાં સંબંધી જનમાં, મમતા થાઓ માં કોઇ કાળરે;૪/૪

પદ ૭૯૧ મું. ૪/૪

હે નાથ દેહનાં સંબંધી જનમાં, મમતા થાઓ માં કોઇ કાળરે;

નાથ અહંને મમતા થાઓ સંતમાં, જે તમને વહાલા દયાળરે. નાથ. ૧

હે નાથ બ્રહ્મ સાથે એક ભાવને, પામી થઇ બ્રહ્મ રૂપરે;

નાથ પરબ્રહ્મ એવા જે તમે તે સાથે, થાઓ પ્રીતી અનૂપરે. નાથ. ૨

હે નાથ દાસ તમારા દાસનો, મુજને રાખીને પાસરે;

નાથ દર્શન દેજો નિરંતર, મારે એટલી છે આશરે. નાથ. ૩

હે નાથ પ્રાર્થના નિજ દાસની, સાંભળીને સુજાણ;

નાથ માંગ્યાં મેં સર્વે ગુણ તેને, આપો જીવનપ્રાણરે. નાથ. ૪

હે નાથ એજ નિરંતર આપજો, બીજું દેશોમાં કાંયરે;

નાથ પ્રાર્થના પ્રેમાનંદની , ધરજો ઉર હરિરાયરે. નાથ. ૫

મૂળ પદ

વહાલા વંદન કરી પદ પાવન, માંગું વારમવાર રે;

મળતા રાગ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરન ભવ ભય દારૂણમ્

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
યોગીપ્રેમદાસ સ્વામી-BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

ભજનરસ
Studio
Audio
12
0