ધર્મકુંવર હરિકૃષ્ન ચરણ નખ ચંદ્રને;૧/૪

પદ ૮૪૪ મું. –રાગ ધોળ૧/૪

ધર્મકુંવર હરિકૃષ્ન ચરણ નખ ચંદ્રને;

મન કર્મ વચને વંદુ વારમવાર જો ;

આ અવસર અલબેલાજી અઢળક ઢળ્યા,

કરવા વહાલો અનેક પતિત ભવપારજો. ધર્મ. ૧

શું કહી વર્ણવું પાવન પ્રથિત પ્રતાપને,

ભવ બ્રહ્મા શેષ નિગમ નેતિ કહી ગાયજો;

અક્ષરનિવાસી મુક્ત પૂજે જેની પાદુકા,

અખીલભુવનપતિ શ્રી પુરુષોત્તમરાયજો. ધર્મ. ૨

સદા સાકાર છે દિવ્ય નરાકૃતિ નાથજી ,

માયા કાળ પુરુષના પ્રેરક એહજો;

જગત જન્મ પાલન લય લીલા જેહની,

તે અવિનાશી ધર્યો, સુંદર નર દેહજો. ધર્મ. ૩

ઉપનિષદના શિર ઉપર જે શોભતા;

રમારમણ શ્રીઅક્ષરપર અવિનાશજો;

અનેક અધમ ઓધાર્યાની દીક્ષા ગ્રહી.

પ્રેમાનંદકે આવ્યા ધર્મનિવાસ જો. ધર્મ. ૪

મૂળ પદ

ધર્મકુંવર હરિકૃષ્ન ચરણ નખ ચંદ્રને;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0