પરમ પુરુષ પુરુષોત્તમ પૂરણકામ છે, દિવ્યાકાર સ્વરાટ સદા ઘનશ્યામજો ૨/૪

પરમ પુરુષ પુરુષોત્તમ પૂરણકામ છે, દિવ્યાકાર સ્વરાટ સદા ઘનશ્યામજો;
	એકાંતિકજનવલ્લભ શ્રીઅક્ષરપતિ,
				વાસુદેવ વિષ્ણુ નારાયણ નામજો. પરમ. ૧
અનંત કલ્યાણકારી ગુણમંડીત વિગ્રહ, અનંત શક્તિધર અનંત પ્રતાપ નિવાસજો;
	અનંત કલાનિધિ અનંતભુવનપતિ શ્રીહરિ,
				ભક્તિધર્મસુત કૃષ્નહરિ અવિનાશજો. પરમ. ૨
ક્ષર અક્ષરના જીવન પ્રાણપતિ પ્રભુ, અવતારીએ છે આજ ધર્યો અવતારજો;
	દિવ્યપણામાં મનુષ્યપણું પ્રગટ કર્યું,
				મનુષ્યથકા છે દિવ્ય સદા સાકારજો. પરમ. ૩
નિર્ગુણ સગુણ બે શક્તિ છે પોતાતણી, કર્તા થકા છે અકર્તા જોગનિધાનજો;
	નિરાકાર સાકાર કલાનિધિ શ્રીહરિ,
				પ્રેમાનંદનો સ્વામી શ્રી ભગવાનજો. પરમ. ૪
 

મૂળ પદ

ધર્મકુંવર હરિકૃષ્ન ચરણ નખ ચંદ્રને;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
મહિમા
Studio
Audio & Video
0
0