અનિહાંહાંરે ઝૂલો સુંદરશ્યામ વિહારી, ૧/૪

 દોહા --

સુંદર ૠતુ સોહામણી ને આવ્યો શ્રાવણ માસ;
વિજલડી ચમકા કરે, વાદળ છાયો આકાશ.                
ઝરમર વરસે મેહુલો, ગરજે ગગન ઘનઘોર;
કોયલડી ટહુકા કરે મધુરા બોલે મોર.                         
રચ્યો હિંડોળો રસિકવર કંચન રત્નજડાવ;
ઝૂલાવે વ્રજસુંદરી, ઝૂલત નટવર નાવ .                     
રેશમ દોરી કર ગ્રહી, ઝૂલાવે વ્રજરાય;
ગુણલા ગિરિધરલાલના, આગે ઉભી ગાય.                 
 
 
પદ ૭૦૮ મું. રાગ સામેરી પદ ૧/૪
અનિહાંહાંરે ઝૂલો સુંદરશ્યામ વિહારી, અનિહાંહાંરે રાખુ નિરખી નેણાંમે મુરારી;
આવો નટવર નિરખું પ્રેમ કરી, અનિહાંહાંરે મારા ગુણવંતા ગિરિધારી.                        
તારું રૂપ જોઇ મન મોહી રહ્યું, અનિહાંહાંરે મારા હૈડાના હાર હજારી.                           
તારે હસવે હરાણું ચિત્ત મારૂં, અનિહાંહાંરે મારા શ્યામસુંદર સુખકારી.                          
તારી મૂરતિ મોહન મારા ઉરમાં વસી, અનિહાંહાંરે પ્રેમાનંદકે ન મેલુ ન્યારી.              

મૂળ પદ

અનિહાંહાંરે ઝૂલો સુંદરશ્યામ વિહારી,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી