અનિહાંહાંરે ઝૂલો રસિયાજી રતન હિંડોરે૨/૪

દોહા

શી કહું શોભા આજની, શોભે શ્રી ઘનશ્યામ;

અંગોઅંગ છબી નિરખતાં, લાજે કોટિક કામ. ૧

હિંડોળો સુંદર અતિ, શોભા કહી નવ જાય;

નિરખી સહુ નરનારીનાં, ચિત્તડાં રહ્યાં લોભાય. ૨

પદ ૭૦૯ મું. – રાગ સામેરી – પદ ૨/૪

અનિહાંહાંરે ઝૂલો રસિયાજી રતન હિંડોરે,

અનિહાંહાંરે મન મોહ્યુ મારું છેલા તારે તોરે;

શામળિયા શોભા બહુ સરસ ભરિયા, અનિહાંહાંરે તારા નેણાં તે ચિત્ત મારું ચોરે. ૧

તારી આંખડલીની રેખા રાતી, અનિહાંહાંરે આવી વાગી કાળજડાની કોરે. ૨

તારી પાઘડલી આંટાદાર બણી, અનિહાંહાંરે આવી અટકી રહી દીલ મોરે. ૩

પ્રેમાનંદના પ્યારા ઘનશ્યામ પિયા, અનિહાંહાંરે રાખું જીવડલા મહીં જોરે. ૪

મૂળ પદ

અનિહાંહાંરે ઝૂલો સુંદરશ્યામ વિહારી,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

ઋષિકુમાર શાસ્ત્રી (સ્વરકાર)
સાંવરિયા
Studio
Audio
0
0