અનિહાંહાંરે ઝૂલો હિંડોળે ઘનશ્યામ, ૩/૪

 દોહા---

હુશ્યે હરિવર ઝૂલિયે, હિંડોળે બળવીર;
ઝરમર વરષે મેહુલો ત્રિવિધ વહે સમીર,         
બપૈયા પીયુ પીયુ લવે, બોલે દાદુર મોર ;
ઝૂલાવે વ્રજસુંદરી , ઝૂલિયે નવલ કિશોર.       
 
 
પદ ૭૧૦ મું.- રાગ સામેરી- પદ ૩/૪
અનિહાંહાંરે ઝૂલો હિંડોળે ઘનશ્યામ, અનિહાંહાંરે ઝૂલાવું પૂરણ કામ;
સુંદરવર શોભા સરસ બણી, અનિહાંહાંરે હિંડોળો તે અભિરામ.                        
ડાંડી રત્ન કનક સ્તંભ કળશ ધર્યા, અનિહાંહાંરે ચોકી નંગજડીત છબીધામ.    
જોવા આવ્યા જીવન સર્વે ભુવનપતિ, અનિહાંહાંરે છાયો આનંદ આઠો જામ.   
વાજે તાલ મૃદૃંગ વાજાં વિવિધ વિધિ, અનિહાંહાંરે ગાયે પ્રેમાનંદ ગુણગ્રામ.   

મૂળ પદ

અનિહાંહાંરે ઝૂલો સુંદરશ્યામ વિહારી,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી