ઝૂલો હરિ હિંડોળે વ્હાલા, નટવર નંદતણા લાલા;૧/૪

 ઝૂલો હરિ હિંડોળે વ્હાલા, નટવર નંદતણા લાલા...ઝૂલો૦ ટેક.
સરસ ઋતુ શ્રાવણની સારી, ઝુલાવીને આવી વ્રજનારી;
	ઝૂલો પ્યારા પ્રિતમ ગિરધારી...ઝૂલો૦ ૧
હિંડોળો રત્ન તણો રચિયો, હિરામોતી નંગ કરી ખચિયો;
	નંદજીને આંગણિયે મચિયો...ઝૂલો૦ ૨
મંદ મંદ મેહુલો ઘોરે, દામિનિયો દમકે ચહુકોરે;
	બોલે મોર મગન ઊંચે સ્વરે...ઝૂલો૦ ૩
ઝુલાવું હેત કરી રસિયા, તમે મારા અંતરમાં વસિયા;
	પ્રેમાનંદ પ્યારા રસિયા...ઝૂલો૦ ૪ 
 

મૂળ પદ

ઝૂલો હરિ હિંડોળે વ્હાલા, નટવર નંદતણા લાલા;

મળતા રાગ

ભૈરવી ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


ઝૂલત શ્રી ઘનશ્યામ
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ગૌતમ અંબાસણા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0