ઝૂલો ઝૂલો હરિવર હિંડોળે, નીરખી રાખું નેણાની કોરે...ટેક. ઘણે ઘણે હેતે હું ઝુલાવું, હિંડોળા આગે ઊભી ગાઉં; જોઈ જોઈ તમને રાજી થાઉં...ઝૂલો૦ ૧ આવો ઘનશ્યામ રસીક છેલા, હિંડોળે ઝૂલો અલબેલા; ઝુલાવું હેતે રંગરેલા...ઝૂલો૦ ૧ રેશમદોરી કરમાં કાજુ લઈને, ઝુલાવું ખમા રે ખમા કહીને; જોવું મુખ વારણિયાં લઈને...ઝૂલો૦ ૩ સુંદર પાનબીડિયું બનાવી, આપું હરિ હેતે બોલાવી; આપો પ્રેમાનંદને ચાવી ચાવી...ઝૂલો૦ ૪
ઝૂલો ઝૂલો હરિવર હિંડોળે, નીરખી રાખું નેણાની કોરે
નિલાદ્રી,સ્વરિત
ઝૂલો ઝૂલો હરિવર હિંડોળે, નીરખી રાખું નેણાની કોરે
અજાણ (ગાયક )
ઝૂલો ઝૂલો હરિવર હિંડોળે, નીરખી રાખું નેણાની કોરે
અજાણ (ગાયક )
ઝૂલો ઝૂલો હરિવર હિંડોળે, નીરખી રાખું નેણાની કોરે
સચીન લીમયે