મારો નવલ સનેહી ઝૂલે નાથ રે, નૌતમ હિંડોળે;૩/૪

 મારો નવલ સનેહી ઝૂલે નાથ રે, નૌતમ હિંડોળે;
	મારું મનડું લોભાણું એની સાથ રે, ફૂલ તણે તોરે-નૌતમ૦ ૧
ફૂલ તણી શીરપાગ મનોહર, વાઘો તે ફૂલા કેરો રે;
	અંગઅંગ પ્રતિ ફૂલ આભૂષણ, જોઈને મટે ભવ ફેરો રે-નૌતમ૦ ૨
ફૂલી કુંજકુંજ દ્રુમ વેલી, ચંપા જાઈ ચમેલી રે;
	મધુકર ગુંજે મદનભર્યા બહુ, થઈ છે આનંદ હેલી રે-નૌતમ૦ ૩
વરસે દેવ કુસુમની વર્ષા, નૃત્ય કરે બહુ ગાયે રે;
	પ્રેમાનંદના નાથને નીરખી, આનંદ ઉર ન સમાયે રે-નૌતમ૦ ૪
 

મૂળ પદ

પ્યારી રાધિકા પ્રેમે ઝૂલાવે રે, ઝુલે હરિ હિંડોળે;

મળતા રાગ

મલાર

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
નવલ સનેહી
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
શોભિતસ્વરૂપદાસ સ્વામી-BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય

ઝૂલાવું પ્યારા હિંડોળે
Live
Audio
0
0