મારાં નિરખીને નેણ લોભાણાં રે. છેલા છોગાળા.૪/૪

પદ ૭૪૧ મું.- રાગ મલાર –પદ ૪/૪

મારાં નિરખીને નેણ લોભાણાં રે. છેલા છોગાળા. છેલા.

અમે હરિવર હાથ વેચાણા રે, વહાલો લાગે મરમાળો. છેલા. ૧

સોરંગ હિંડોળે શ્યામ વિરાજે, ને ઝુલે હરિ જમુનાતીરે રે;

રેશમ દોરી લઇ રંગભીની, રાધા ઝૂલાવે ધીરે ધીરે રે. છેલા. ૨

કોઇ નાચે કોઇ મૃદંગ બજાવે, ને કોઇ સખી રાગ આલાપે રે;

કોઇ અલબેલી હરિના મુખમાં બીડી બનાવીને આપે રે. છેલા. ૩

વ્રજવનિતા વિઠલ સંગે વિલસે, ને પ્રેમે પીયુને ઝૂલાવે રે;

પ્રેમાનંદના નાથને નિરખી, તનના તાપ સમાવે રે. છેલા. ૪

મૂળ પદ

પ્યારી રાધિકા પ્રેમે ઝૂલાવે રે, ઝુલે હરિ હિંડોળે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
ઝુલનકે દિન આયે
Studio
Audio
3
0