આજ અવનિ પર આનંદ છાયો, હો રહ્યો જયજયકાર હો;૧/૪

નરઋષિજન્મોત્સવ ( ભાદ્ર શુક્લ દ્વિતીયા)
પદ ૮૦૯ મું.- રાગ સારંગ – પદ ૧/૪
આજ અવનિ પર આનંદ છાયો, હો રહ્યો જયજયકાર હો;                  આજ.
ધન્ય ધન્ય આજ દિવસ મંગળમય, લીયો નરઋષિ અવતાર હો.     આજ. ૧
ભાદ્ર માસ શુકલ તિથિ દ્વિતીયા, અતિ સુંદર ગુરુવાર હો;
ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર શુભ, અભિજીત મુહુર્ત સાર હો.                      આજ. ૨
હિમાલય ગિરિરાજ શિખરપર, ધર્યો ગર્ભ ઇન્દ્ર ઉદાર હો;
દિન મધ્યાહ્ન સમે પ્રભુ પ્રગટે, સુંદર કુંતીકુમાર હો.                           આજ. ૩
મહા મહોત્સવ ભયો સુરપુરમેં , ગાવત મંગળ ચાર હો;
પંચ શબ્દ વાજિંત્ર બજાવત, પ્રેમાનંદ બલહાર હો.                           આજ. ૪ 

મૂળ પદ

આજ અવનિ પર આનંદ છાયો, હો રહ્યો જયજયકાર હો;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી