જેજે શ્રીરણછોડ છેલ છબિલા રે ભલે આવ્યા વરતાલ રસના રંગિલા રે ૧/૫

જેજે શ્રીરણછોડ છેલ છબિલા રે, ભલે આવ્યા વરતાલ રસના રંગિલા રે;
જેજે શ્રીરણછોડ વરતાલવાસી રે, ટાળ્યાં દુઃખ જનમમરણ અવિનાશી રે. 
જેજે શ્રીરણછોડ રાય રૂપાળા રે, વા'લા બહુ લાગો છો વરતાલવાળા રે. 
જેજે શ્રીરણછોડ રાય રંગ લે'રી રે, ભલે આવી આંણા ચરોતરમાં ફેરી રે. 
જેજે શ્રીરણછોડ ધર્મના લાલ રે, ભલે નિજધામ કીધી વરતાલ રે. 
જેજે શ્રીરણછોડ રાય રંગ રસિયા રે, ભલે આવી વરતાલે હરિ વસિયા રે. 
જેજે શ્રીરણછોડજી મહારાજ રે, ભલે આવ્યા સઉંના સારવા કાજ રે. 
જેજે શ્રીરણછોડ રાય રૂડું કીધું રે, ભલે તમે સઉને દરશન દીધું રે. 
જેજે શ્રીરણછોડ બહુનામી રે, ભલે આવ્યા પ્રેમાનંદના સ્વામી રે.  ૮ 

મૂળ પદ

જેજે શ્રીરણછોડ છેલ છબિલા રે

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી