ચાલો જોવા રણછોડરાય વરતાલે રે આવે તેને ધર્માદિક ફળ આલે રે ૨/૫

ચાલો જોવા રણછોડરાય વરતાલે રે, આવે તેને ધર્માદિક ફળ આલે રે;
ચાલો જોવા લક્ષ્મીનારાયણરાય રે, જોઇ પ્રભુ જનમમરણ દુઃખ જાયે રે. 
ચાલો જોવા ભક્તિમાત ધર્મદેવ રે, હરિકૃષ્ણ મુક્તિ આપે તતખેવ રે. 
ચાલો જોવા વૃંદાવન વિહારી રે, શ્રીઘનશ્યામ હરે છે દુઃખ ભારી રે. 
ચાલો જોવા હરિના દશ અવતાર રે, મત્સ્ય કચ્છ શૂકર અધમઓદ્ધાર રે. 
ચાલો જોવા નરહરિરૂપ મોરારી રે, લે છે વાલો ભવસાગરથી ઉગારી રે, 
ચાલો જોવા શેષશાયી સુખકંદ રે, ટાળે વાલો ચોરાશીના ફંદ રે. 
ચાલો જોવા સૂરજદેવ આપોઆપ રે, ટાળે વાલો ત્રિવિધ તનના તાપ રે. 
ચાલો જોવા ભીડભંજન હનુમાન રે, આપે વાલો સુખસંપતનાં દાન રે. 
ચાલો જોવા ગજવદનો ગણ સ્વામી રે, હરે વાલો વિઘન અનેક બહુનામી રે. 
ગાયા સહુ દેવ વરતાલના વાસિ રે, કૃપા કરો પ્રેમાનંદ પર સુખરાશિ રે.  ૧૦

મૂળ પદ

જેજે શ્રીરણછોડ છેલ છબિલા રે

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી