પુનમિયા સાંભળજયો હરિજન રે પુનમનો મહિમા સુણો એકમન રે ૩/૫

પુનમિયા સાંભળજયો હરિજન રે, પુનમનો મહિમા સુણો એકમન રે;૦૦
પુનમનો મહિમા છે અતિ ભારી રે, ગાયે શેષ શારદા અજ ત્રિપુરારી રે. ૧
પુનમનો મહિમા અપરંપાર રે, ગાયે વેદ પુરાણ વારમવાર રે. ૨
પુનમનો મહિમા છે અનહદ રે, ગાયે શુક સનકાદિક નારદ રે. ૩
પુનમે રાસ રમ્યા રણછોડ રે, પુર્યા વાલે ગોપિજના કોડ રે. ૪
પુનમે મોરમુગટ ધર્યો માથ રે, રમ્યા વાલો રાસ ગોપિજન સાથ રે. ૫
પુનમે પુનમે દરશને જાય રે, તેને એક ડગલે જગનફળ થાય રે. ૬
જુવે જાઇ મુગટસહિત વ્રજચંદ રે, તેના ટળે જનમમરણના ફંદ રે. ૭
પુનમિયા હરિજન જે નિ'મ ધારી રે, પ્રેમાનંદ જાયે તેની બલિહારી રે. ૮

મૂળ પદ

જેજે શ્રીરણછોડ છેલ છબિલા રે

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી