ઓરા આવોને સુંદર છેલ જોઉં મુખ તારું રે તારા મુખ ઉપર અલબેલ, સરવસ વારું રે ૧/૧

 

ઓરા આવોને સુંદર છેલ, જોઉં મુખ તારું રે,
તારા મુખ ઉપર અલબેલ, સરવસ વારું રે, -ટેક૦
વારું વદન પર કોટિ શશી, નેણા પર નવલખ સૂર હો,
ભ્રકૂટી પર ભોયંગપતિ વારું, હું તારે મરકલડે ચકચૂર -જોઉં૦ ૧
મોળીડા પર મનમોહન, વારું સ્વર્ગ મૃત્યુ પાતાળ હો,
છોગલિયાં પર ચાર પદારથ, શ્રવણે દિસ દિગપાળ -જોઉં૦ ૨
ચાલ ઉપર ચતુરમુખ વારું, ને શતકતુ કોટિ તેત્રિશ હો,
પ્રેમાનંદ કે એ શોભા પર, તાંડવ નાચત ઇશ -જોઉં૦ ૩ 

મૂળ પદ

ઓરા આવોને સુંદર છેલ

મળતા રાગ

આશાવરી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી