તારી બાનકની બલિહારી મારા નાથજી રે ૩/૪

તારી બાનકની બલિહારી મારા નાથજી રે		...ટેક.
સુંદર રૂપ કહ્યામાં નાવે, શેષ સહસ્ત્રમુખ પાર ન પાવે;
	કોટિક કામ લજાઈ જોડે હાથજી રે	...તારી૦ ૧
મોહ્યું મન મુખને મરકલડે, ગિરિધરજી ગમિયા છો દલડે;
	ક્ષણુ ન મેલે સાગર તનયા સાથજી રે	...તારી૦ ૨
રૂપ શીલ ગુણ રસના સાગર, તરુણ કિશોર સદા નટનાગર;
	વ્રજવનિતાના પ્રાણજીવન સુખપાથજી રે	...તારી૦ ૩
કરુણારસમય જોવું હસવું, કરુણા કરી જન ઉરમાં વસવું;
	પ્રેમાનંદ નિત્ય ગાવે એ ગુણ ગાથજી રે	...તારી૦ ૪
 

મૂળ પદ

રૂડા લાગો છો, રાજેન્દ્ર મંદિર મારે આવતા રે

મળતા રાગ

ખમાચ (દેશ)

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ




પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
3
4
 
નમુનો
આખું
ડાઉનલોડ
ભગવત્ચરણદાસજી સ્વામી- રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભગવત્ચરણ સ્વામી કીર્તન
Studio
Audio
0
1