Logo image

વંદું સહજાનંદ રસરૂપ, અનુપમ સારને રે લોલ

વંદું સહજાનંદ રસરૂપ, અનુપમ સારને રે લોલ;
	જેને ભજતાં છૂટે ફંદ, કરે ભવ પારને રે લોલ...૧

સમરું પ્રગટ રૂપ સુખધામ, અનુપમ નામને રે લોલ;
	જેને ભવબ્રહ્માદિક દેવ, ભજે તજી કામને રે લોલ...૨

જે હરિ અક્ષરબ્રહ્મ આધાર, કે પાર કોઈ નવ લહે રે લોલ;
	જેને શેષ સહઝ્ા મુખ ગાય, નિગમ નેતિ કહે રે લોલ...૩

વર્ણવું સુંદર રૂપ અનુપ, જુગલ ચરણે નમી રે લોલ;
	નખશિખ પ્રેમસખીના નાથ, રહો ઉરમાં રમી રે લોલ...૪
 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
વિવેચન:
આસ્વાદ : પ્રેમસખી પ્રેમાનંદે ‘ ધ્યાનના અંગની આ ગરબી શ્રી સહજાનંદ સ્વામીના વ્યક્તિત્વની પ્રત્યક્ષ પ્રેરણા ઝીલીને રચી છે. કવિએ પોતાના ઈષ્ટ આરાધ્ય ભગવાન સ્વામિનારાયણની રસિક રૂપમાધુરીમાં રસલીન બનીને, હૈયા સાકાર થતા ઉત્કટ સ્નેહ તેમજ વિવિધ ભાવસંવેદનોની પરંપરા આ રસાત્મક પદમાળામાં અભિવ્યક્ત કરી છે. આ પદમાળા સાંભળીને અત્યંત પ્રસન્નપણે શ્રીજીમહારાજે ભરી સભામાં કવિને બિરદાવતા કહેલું કે “બહુ સારાં કીર્તન ગાયાં.આ કિર્તનને સંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો જે આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતવન છે. માટે એ સાધુને તો ઊઠીને સાષ્ટાંગ દંડવત્‍ પ્રણામ કરીએ.” ( વચનામૃત ગ.મ. પર. ૪૮ ) સ્વયં ભગવાન ઊઠીને ભક્તને દંડવત્‍ પ્રણામ કરવાનું વિચારે ત્યારી ભક્તની પ્રેમલક્ષણા ભક્તિની પરકાષ્ઠા આવી જાય છે. પ્રસ્તુત પદાવલિમાં સ્વેષ્ટ સ્વામી સાહજાનંદજીના અનુપમ અંગોપાંગનું રસિક રૂપનિરૂપણ કવિએ એવી ખૂબીથી કર્યું છે કે એમાં ઊર્મિનું સાતત્ય એવું અનુભવાય છે કે સાંભળતાં જ દિવ્યરસમાં રસલીન થઇ જવાય ! ‘ વંદુ સહજાનંદ રસરૂપ, અનુપમ સારને રે લોલ. ‘ કવિ સૌ પ્રથમ શ્રી સહજાનંદ મહાપ્રભુજીને વંદના કરે છે. એ સહજાનંદ પ્રભુ કેવા છે ? તો કવિ કહે છે, એ સહજાનંદ રસરૂપ છ. આસ્વાદ્ય છે. ઉપનિષદો જેને “रसो वै सः” કહે છે તે જ આ પરમાત્મા છે.સર્વે રસ પરમાત્માની મૂર્તિમાં સમાયેલા છે. ભગવાનની મૂર્તિની શોભાને સરખાવી શકાય. જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ભક્તિના સારરૂપે પરમાત્માની પ્રાપ્તિ થાય છે, પરમાત્મા સારરૂપ છે. આવા રસરૂપ, અનુપમ સારરૂપ પ્રભુ શ્રી સહજાનંદ સ્વામીને ભજતાં અજ્ઞાનરૂપ આવરણ આપોઆપ ટળી જતાં જીવ ભવસાગર તરી જાય છે. કારણ શરીરરૂપ માયા વજ્રસાર જેવી છે. જીવમાં રસાયેલો એ અનાદિનો ફાંસો છે. પરમાત્માના સ્વરૂપ ધ્યાનથી આ અજ્ઞાનમય કારણદેહ બળીને ભસ્મસાત્ થઇ જાય છે ! અને એ જ મુક્તિનું પ્રથમ સોપાન છે. અનાદિની અજ્ઞાનતા ટળતા જીવ બ્રહ્મરૂપ પરબ્રહ્મની ભક્તિ કરી મોક્ષના પંથે વળે છે. સહજાનંદ પ્રભુ પ્રગટ સુખના ધામરૂપ છે. ‘સુખ’ ની સાચી વ્યાખ્યા હજી સુધી તો આ સંસારમાં સમજવામાં નથી આવી. કારણ કે સંસારના સુખો હકીકતમાં ઈચ્છાપૂર્તિ સિવાય કાંઈ નથી. અહીં ‘ એ સુખ ‘ ની વાત નથી. આ તો શાશ્વત દિવ્ય સુખની વાત છે. પરંતુ એ સુખ જેણે પણ ભોગવ્યું છે યા ચાખ્યું છે એની વાણી મૌનના મહાસાગરમાં ખોવાઈ ગઈ છે. પરિણામે એ ‘સુખ’ ની કલ્પના પણ કલ્પનાતીત છે. આવા પ્રગટ સુખધામરૂપ પ્રભુના અનુપમ નામને સ્મરીને શંકર, બ્રહ્માદિક મોટા દેવો પણ નિષ્કામ થાય છે. એ હરિ તો અક્ષરબ્રહ્મના પણ આધારરૂપ છે . એનો પાર કોઈ પામી શકતું નથી. ભગવાન સ્વામિનારાયણનો મહિમા અપાર છે , અગાધ છે. પોતાના સહસ્ત્ર મુખથી સદાકાળ શેષજી એમનો મહિમા ગાય છે, છતાય એનો અંત ક્યારેય આવતો નથી અને આવશે પણ નહિ. તેથી જ વેદાંત એમને માટે नेति नेति – न इति न इति એ આ નહિ – આ નહિ એમ કહીને જ અટકી જાય છે. ભગવાનની મહત્તાનો તાગ મેળવવો એ આકાશના અંતનો તાગ મેળવવા બરાબર છે. છતાય એવા પ્રગટ સુખધામરૂપ પ્રભુ ભક્તવત્સલ બનીને કૃપા કરી પૃથ્વી ઉપર મનુષ્યરૂપ પ્રભુ ભક્તવત્સલ બનીને કૃપા કરી પૃથ્વી ઉપર મનુષ્યરૂપે અવતારી સહજાનંદરૂપે સત્સંગમાં સાંપડ્યા છે એ એમણે કરુણાનો આવિષ્કાર છે ! પ્રેમસખી ભગવાન શ્રી સહજાનંદ પ્રભુના સુંદર અનુપમ મનુષ્યદેહ સ્વરૂપનાં પ્રત્યેક અંગોપાંગનું રસિક રૂપનિરૂપણ કરતાં પહેલા એ પ્રભું જુગલ ચરણમાં વંદના કરી ગદ્‍ગદ કઠે પ્રભુને પ્રાર્થના કરે છે કે “ હે નાથ ! આપનું નખશિખ સ્વરૂપ સદાય મારા અંતરમાં રમી રહો !” આ પદ્મમાં કવિની પ્રેમલક્ષણા ભક્તિની પ્રબળ ભાવોર્મિનો ઉત્કટ આવિષ્કાર થયો છે, તેથી એમાં મૂળગત પ્રણયસભર દિપ્તી સહેજે અનુભવાય છે. અહી ભક્તિ શૃંગારની પોતાની માર્મિક અનુભૂતિ કવિએ કુશળતાથી દર્શાવી છે. પ્રત્યેક પંક્તિને છેડે સમૂહમાં ગાવાને અનુકૂળ ગે‌યતાવર્ધક શબ્દ ‘લોલ’ મૂકીને કવિએ પદમાળામાં લય, માધુર્ય અને રંજકતાનો સમન્વય સાધ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રત્યેક મંદિરમાં સંધ્યા આરતી બાદ પ્રેમાનંદ સ્વામી રચિત પ્રભુની ‘ સ્વાભાવિક ચેષ્ટા’ નાં પદો ગવાય છે. પ્રેભુની સ્વાભાવિક ચેષ્ટાઓ યાને નિત્યના લીલા ચરિત્રો સંભારવાથી મન નિર્મળ બને છે. મનની શાંતિ અને અંત:કરણની શુદ્ધિ વિના ધ્યાનનું સુખ આવતું નથી.. “સ્વાભાવિક ચેષ્ટા”નાં ગાનને અંતે થોડી વાર ધ્યાન કાર્ય બાદ એના અનુસંધનમાં ‘વંદુ સહજાનંદ રસરૂપ ‘ એ ધ્યાનની ગરબી ગાવામાં આવે છે. એમાં વર્ણવેલા શ્રીહરિના નખશિખ સ્વરૂપ નિરૂપણથી મન એ સુખધામરૂપ સ્વરૂપમાં રસલીન બને છે અને એ જ સ્વામિનારાયણ સંપ્રદાય આધ્યાત્મિક સાધનાનો પાયો છે. જે વિરલ ક્ષણે અંતર પ્રભુને ઓળખે છે, એ ક્ષણ પણ ધન્ય થેઈ જાય છે ! આવી કોઈક વિરલ ઘડીએ સહજાનંદને નીરખતા અંતરમાં વ્યાપેલા આનંદને રાજકવિ લાડુદાને કાવ્યમાં તો કથિત કરી નાંખ્યો, તેમ છતાય એ આનંદ તો અવર્ણનીય જ રહ્યો ! ભાવાર્થઃ- નવેનવ રસસભર સહજાનંદની મૂર્તિને હું વારંવાર નમસ્કાર કરું છું. જે પ્રભુ અનુપમ છે. સારના સાર છે, જેને ભજતાં પંચવિષયના ફંદ છૂટે છે. વળી, ભવસાગરના પારને પમાય છે. એવા આ પ્રગટ શ્રીહરિનું સ્મરણ હું આઠો જામ કરું છું કારણ કે એનું રૂપ સુખધામ છે. અને નામ અનુપમ છે. વળી, જેને ભવબ્રહ્માદિક દેવો પણ અન્ય ઈચ્છાઓ તજીને ભજે છે. આ શ્રીહરિ અક્ષરબ્રહ્મના પણ આધાર છે. એટલે જ આના ગુણ, લક્ષણ ઐશ્વર્યશક્તિનો પાર પામી શકાતો નથી. શેષનારાયણ પોતાના સહસ્ત્ર મુખ વડે હંમેશા ગાય છે, છતાં પૂર્ણ રીતે વર્ણવી શક્તા નથી. નિગમ એટલે વેદ. વેદો પણ જેના મહિમાનો પાર પામી શક્તા નથી. એવા આ પ્રગટ શ્રીસહજાનંદસ્વામીની રસમય સુંદર મૂર્તિનું વર્ણન એમની જ કૃપાએ એમનાં જ ઉભય ચરણે નમીને હું કરવા પ્રેરાયો છું. અર્થાત્ વર્ણન કરું છું. મૂતિનું વર્ણન કરતાં પહેલાં પ્રેમસખી પ્રાર્થનાના રૂપમાં કહે છે કે હે, પ્રેમભીના પાતળિયા ! મારા નાથ ! તમો નખથી શિખાપર્યંત એટલે કે અત્યારે જેવા છો તેવા સાંગોપાંગ મારા અંતરમાં હંમેશા રમતા રહો. II૧થી૪ II રહસ્યઃ- કવિએ પ્રસ્તુત પદનાં આઠ પદો રચ્યા છે. એમાં પ્રગટ ભગવાનનાં અંગેઅંગોને આલેખતાં–આલેખતાં પોતાની અવસ્થાનું ચિત્ર પણ દોરતા ગયા છે. સાત-સાત પદો રચાયા હોવા છતાં, ન તો એમને તૃપ્તિ થઈ કે ન તો સભાજનોને તૃપ્તિ થઈ. સૌને થયું કે અમે પણ રોજ આ સહજાનંદસ્વામીનાં દર્શન કરીએ છીએ. પરંતુ પ્રેમાનંદસ્વામીએ પ્રભુને જે રીતે નિહાળ્યા તે રીતે અમે કદી નિહાળ્યા નથી. પ્રેમસખીએ પ્રભુને માત્ર જોયા જ નથી પણ હૃદયમાં સંઘરી લીધા છે. કારણ કે પ્રેમાનંદસ્વામી તાળવાના તીલનેય ભૂલ્યા નથી. પ્રેમાનંદ સહજાનંદના અમલમાં રાતા, માતા અને ગાતા હતા. સૌ સભાજનોએ કાન માંડ્યા હતાં. વળી, શ્રીજી મહારાજની હાજરી હતી તેથી એક-એક કરતાં સાત પદ ગાયાં અને પછી આઠમું પદ ઉપાડ્યું. વહાલા તારાં જુગલ ચરણ રસરૂપ, વખાણું વ્હાલમાં રે લોલ, વ્હાલા અતિ કોમળ અરુણ રસાય, ચોરે ચિત્ત વાલમાં રે લોલ. આખી સભાનાં નેત્રો ભગવાનનાં ચરણારવિંદ ઉપર સ્થિર થયા. દ્રષ્ટિની સાથે શ્રદ્ધા પણ સ્થિર થઈ. પ્રેમાનંદ સહજાનંદમાં અને સહજાનંદ પ્રેમાનંદમાં ખોવાઈ ગયા. પ્રેમાનંદે અંતિમ પદમાં નામાચરણની સાથે યાચના પણ કરી લીધી. ‘માગે પ્રેમસખી કર જોડી, દેજો દાન દાસને રે લોલ.’ આ અંતિમ ચરણ પૂરું થતા સહજાનંદે પ્રેમાનંદને બિરદાવ્યા. એટલે અત્યાનંદની મંગલમય પ્રભાથી સૌ એકી સાથી બોલી ઊઠ્યા કે, “સહજાનંદસ્વામી મહારાજની જય”…. શ્રીહરિ સ્વામીને ભેટી પડ્યા. અને પોતાના બંને વરદહસ્તો પ્રેમસખીના માથા ઉપર મૂકી અભયદાન આપ્યું. અતિ પ્રસન્નતાપૂર્વક આશીર્વાદ આપતાં થકા કહ્યું કે ‘આ કીર્તનને સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો જે આવી રીતે એને ભગવાનની મૂતિનું ચિંતવન છે. માટે એ સાધુને તો ઊઠીને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીએ. અને જેને ઘેર આવા પુરુષે જન્મ ધર્યો એનાં મા-બાપ પણ કૃતાર્થ થયા જાણવાં.’ (વ.ગ.મ.-૪૮) આમ, વૈરાગીના ઝૂંડમાંથી મળી આવેલ મણિને મહારાજે પહેલ પાડીને પ્રોત્સાહનરૂપી અને આશીર્વાદરૂપી નવો ઓપ આપી પ્રેમસખીનું જીવન ધન્ય કરી દીધું. પદ, ઢાળ સૌરાષ્ટ્રની જાણીતી ગરબીનો આકર્ષક અને સુગેય છે. આ ઢાળમાં માતાજીનાં ગરબા ઘણા લોકો ગાય છે. શબ્દ લાલિત્ય અતિ સુંદર છે. લય મધ્યમ લય છે. તાલ હીંચ છે. નૃત્યનો રણકાર પણ ઝીલાયો છે. સુગેયતાની દ્રષ્ટિએ પદ સુંદર અને સરળ છે. ધ્યાનનાં અંગવાળા ભક્તો માટે તો અતિ ઉપયોગી છે.
ઉત્પત્તિ:
૨. વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર ને રે... સં. ૧૮૮૦ની સાલની વાત છે.માઘ માસના કૃષ્ણ પક્ષની તેરસનો દિવસ હતો. ગઢડામાં શ્રીજીમહારાજ પ્રાત:કાળે સ્નાનાદિ નિત્યકર્મ પતાવીને દાદાખાચરના દરબારમાં વાસુદેવનારાયણના ઓરડા પાસે સભા કરીને બિરાજમાન થયા હતા. સદ્‍ગુરુ ગોપાળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી ઇત્યાદિ સંતો તથા દાદાખાચર, સુરાખાચર, પર્વતભાઈ વગેરે હરિભક્તો સભામાં બેઠા હતા. એ વખતે જોગાનુજોગ શંખલપુરનો વિજયશંકર નામનો એક બ્રાહ્મણ દેવીભક્ત ત્યાં આવી ચડ્યો. એને કપાળે સિંદૂરની આડ કરી હતી, હાથમાં ત્રિશૂળ રાખ્યું હતું અને માથે લાલ રંગનો રૂમાલ બાંધ્યો હતો. દૂરથી જ દંડવત્ પ્રણામ કરતો કરતો એ મહારાજ પાસે આવ્યો. પછી મહારાજની સન્મુખ આસન જમાવતાં એ બોલ્યા: “હે સહજાનંદ સ્વામી ! આપ તો ભગવાન છો આપ જો આજ્ઞા આપો તો માતાજીનો એક ગરબો આપને ગાઈ સંભળાવું.” મહારાજે એનો ભાવ જોઈ હસતાં હસતાં કહ્યું: “ભલે સંભળાવો .” માઈભક્તે તો મહારાજની આજ્ઞા મળતાં જ લહેકા સાથે ગાવા માંડ્યું: ‘માં તું પાવાની પટરાણી, ભવાની માં કાળકા રે લોલ.’ દેવીભક્ત ખૂબ ભાવથી ગાઈ રહ્યો હતો : ‘માડી તારા મુખની મરોડતા જોઈ . લોભાણું મુખ ચંદા તણું રે લોલ . માડી તારું મુખડું જોવાને કાજ, આવે છે કુંવર નંદનો રે લોલ.’ એની ગાવાની હલકથી, ગરબાના ઢાળથી મહારાજ પ્રસન્ન થયા અને તેને શિરપાવ અપાવ્યો. મહારાજને ફરી દંડવત્‍ પ્રણામ કરીને તે ગયો. પછી મહારાજે સૂચક નજરે સભામાં બેઠેલા પ્રેમાનંદ સ્વામી તરફ જોતા કહ્યું: ‘સ્વામી ! કેવો લાગ્યો ગરબો ? ઢાળ બહુ સુંદર છે, નહિ ? એના રચનારે બહુ ભાવથી એમાં દેવીનો મહિમા ને એના સ્વરૂપનું વર્ણન કર્યું છે. આવું કંઇક રચવું જોઈએ!” પ્રેમાનંદ સ્વામી મહારાજના કહેવાનું તાત્પર્ય સમજી ગયા. તેરસની રાત્રે જ પ્રેમસખીએ શ્રીહરિની પ્રત્યક્ષ પ્રેરણા ઝીલીને, એમની પૂર્તિમાં તલ્લીન બનીને ‘વંદુ સહજાનંદ રસરૂપ’ એ ‘ધ્યાનની ગરબી’ ની રચના કરી નાખી. બીજે દિવસે એટલે કે સં. ૧૮૮૦ના મહાવાદી ચૌદશને શિવરાત્રીને દિવસે શ્રીજીમહારાજ દાદાખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને તુલસીની નવી શ્વેત કંઠીઓ કંઠમાં પહેરી હતી તથા પુષ્પના હાર પહેર્યા હતા ને પોતાના મુખારવિંદ આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. એ સભામાં શ્રીજીમહારાજે કીર્તન ગાવાની આજ્ઞા કરી એટલે પ્રેમાનંદ સ્વામી ઊભા થયા. એમના હાથમાં સારંગી હતી. એમણે મહારાજને વંદન કરીને ગરબી ઉપાડી; ‘વંદુ સહજાનંદ રસરૂપ, અનુપમ સાર ને રે લોલ ; જેને ભજતા છૂટે ફંદ , કરે ભાવ પાર ને રે લોલ .’ સૌ પ્રથમ શ્રીહરિની વંદના કરી પ્રેમસખી ધીરે ધીરે શ્રીજીમહારાજના અંગોની શોભાનું બહુ બારીકાઈથી વર્ણન કરતા ગયા. મહારાજના નખશીખ સ્વરૂપનું ધ્યાન સહેજે થાય એ રીતે સ્વામી માહાત્મ્યજ્ઞાન સહિત ભાવપૂર્વક એક પછી એક પદ ગાતા ગયા. સાંભળનારા સર્વે એ રસિક રૂપનીરૂપણનું શ્રાવણ કરતા કરતા અલૌકિક પ્રેમની રસ-સમાધિમાં લીન થઇ ગયા. સૌને થયું કે અમે તો રોજ દર્શન કરીએ છીએ પણ પ્રેમાનંદે પ્રભુને જે રીતે નિહાળ્યા છે તે રીતે અમે ક્યારેય અવલોક્યા નથી. પ્રેમસખીએ તો સાચે જ પ્રેભુને નીરખીને નેણામાં ઉતારી લીધા છે. હ્રદયમાં સંઘરી લીધા છે. એકેક કરતાં આઠ પદ પૂરાં થતા મહારાજે એમણે બિરદાવ્યા ત્યારે સભામાં આનંદની હેલી ઊતરી આવી. સૌ એકી અવાજે બોલી ઉઠ્યાં : ’સહજાનંદ સ્વામી મહારાજની જય!’ આશીર્વાદનો વરદ હસ્ત સભાની સામે ધરીને મહારાજે કહ્યું: “બહુ સારાં કીર્તન ગાયા. આ કીર્તનને સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો જે આવી રીતે એને ભગવાનને મૂર્તિનું ચિંતવન છી, માટે એ સાધુને તો ઊઠીને સાષ્ટાંગ દંડવત્‍ કરીએ અને જેને આવી રીતે અંત:કરણમાં ભગવાનનું ચિંતવન થાતું હોય ને એવી વાસનાએ યુક્ત જો દેહ મૂકે તો તેને ફરીને ગર્ભવાસમાં આવવું પડે જ નહિ અને એવી રીતિ ભગવાનનું ચિંતવન કરતાં જીવતો હોય તો પણ એ પરમપદને પામ્યો જ છે ... અને જેને ભગવાનના સ્વરૂપનું એવી રીતે ચિંતવન થાય છે એ તો કૃતાર્થ થયો છે ને તેને કાંઈ કરવું બાકી રહ્યું નથી.” આજે તો મહારાજ પ્રેમાનંદ સ્વામી ઉપર અતિ પ્રસન્ન થયા હતા, તેથી “પ્રેમસખી” સામે જોઈ મહારાજ વળી આગળ બોલ્યા : “ જેને એ કીર્તનમાં કહ્યું એવી રીતનું ચિંતવન થતું હોય તે તો કાળ , કર્મ , ને માયાના પાશ થકી મુકાણો છે અને જેને ઘેર એવા પુરુષે જન્મ ધર્યો તેના માબાપ પણ કૃતાર્થ થયા જાણવા.*( વચનામૃત : ગ.મ. પર. ૪૮) કાવ્યકૃતિ: વંદુ સહજાનંદ રસરૂપ, અનુપમ સારને રે લોલ જેન ભજતાં છૂટે ફંદ, કરે ભવ પારને રે લોલ. ૧ સમરું પગટરૂપ સુખધામ, અનુપમ નામને રે લોલ; જેને ભવ બ્રહ્માદિક દેવ, ભજે તજી કામને રે લોલ. ૨ જે હરિ અક્ષરબ્રહ્મ આધાર, પાર કોઈ નવ લહે રે લોલ; જેને શેષ સહસ્ત્રમુખ ગાય , નિગમ નેતિ કહે રે લોલ. ૩ વર્ણવું સુંદર રૂપ અનુપ, જુગલ ચરણે નમી રે લોલ; નખશિખ પ્રેમસખીના નાથ, રહો ઉરમાં રમી રે લોલ. ૪ ઉત્પત્તિઃ- જેઓના હૈયામાંથી હંમેશા પ્રભુપ્રેમનો પમરાટ પ્રસર્યા કરે છે. જેમનાં અંતરસિતારના તારમાંથી પ્રણયભક્તિનાં સ્પંદનો રેલાયા કરે છે, એવા પ્રણયઘેલા પ્રેમાનંદસ્વામી એટલે પ્રેમભક્તિનું મૂર્તિમંત સ્વરૂપ. શ્રીજી મહારાજના દર્શન જ જેમનું જીવન બની ગયું છે. શ્રીહરિ હિંડોળે હિંચકતા હોય કે સંતોની પંગતમાં પીરસતા હોય, સભામાં ગહન રહસ્યો સમજાવતા હોય કે પછી ભક્તોની સંગે ઘેલામાં સ્નાન કરતાં હોય, શ્વેત વસ્ત્રો ધર્યાં હોય કે પછી સોળે શણગાર સજ્યા હોય, દિવ્ય કે માનુષી ગમે તે લીલા કરતા હોય પણ પ્રેમસખી પ્રેમાનંદસ્વામી તેનું કીર્તન બનાવ્યા વિના રહી શકે ખરા? પ્રેમસખીની કલમ તો જેવું દર્શન તેવું સર્જન કરી આપે છે. એ ન્યાયે સંવત્ ૧૮૮૦ ના મહા વદિ ચૌદસના દિવસ છે . દાદાખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ સહજાનંદસ્વામી સભા મધ્યે બિરાજમાન છે. સર્વશ્વેત વસ્ત્રો ધારણ કર્યાં છે. કંઠને વિશે તુલસીની નવીકંઠી ધારણ કરી છે. પાઘમાં પીળાં પુષ્પનો તોરો લટકી રહ્યો છે. લાલ, પીળાં અને ગુલાબી એમ અવનવાં પુષ્પોની ગૂંથાયેલી માળા ગ્રીવામાં શોભી રહી છે. અનેક પ્રકારનાં હાથનાં લટકાં કરી સભાને સંબોધી રહેલ એ શ્રીહરિની અનુપમ મૂર્તિને સભામાં બેઠેલા પ્રેમાનંદસ્વામી એક નજરે નિહાળી રહ્યા છે. અંગેઅંગનું ભાવથી ધ્યાન ધરી રહ્યા છે. જોતજોતામાં એ મૂર્તિ હૃદયમાં કંડારાઈ ગઈ. અને પ્રેમભક્તિનું પૂર આવતાં પ્રેમાનંદસ્વામી ઊભા થઈ શ્રીહરિની સન્મુખ આવી લાંબો હાથ કરી પ્રભુની મૂર્તિ નિહાળતા ગયા, રચતા ગયા, નાચતા ગયા અને ગાતા ગયા પ્રસ્તુત પદ.

અંખી આયકે મોય લગી જીવન જાદુગારે કી

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે.૩/૩

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૩

અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૧૨

અંગુઠી આપો અમને અવતારી તમોને કર જોડી કહીએ.

નારાયણદાસજી
૧ / ૧

અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત .

વૈષ્ણવાનંદ સ્વામી
૨ / ૪

અંગુલીકા મૃદુલ રુપાળીરે, ૭/૮

કૃષ્ણાનંદ સ્વામી
૭ / ૮

અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી;

નારાયણદાસજી
૨ / ૨

અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો

પ્રેમાનંદ સ્વામી
૧ / ૮

અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો ;

નરસિંહ કવિ
૧ / ૧

અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય

મુક્તાનંદ સ્વામી
૧ / ૧

અંત સમો જ્યારે તારો આવશે રે,

સિદ્ધાનંદ સ્વામી
૩ / ૮

અંતકાળ વેળા કઠણ , કષ્ટ કોટીધા થાય;

શ્રી વિહારીલાલજી મહારાજ
૧ / ૧

અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે

દેવાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે, જોશો મા અમારા અવગુણ શ્યામ

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે કઠણ વેળા આવશે, અંતકાળે કઠણ વેળા આવશે રે

ભૂમાનંદ સ્વામી
૨ / ૪

અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે

નિષ્કુળાનંદસ્વામી
૩ / ૪

અંતર ચતુર હરે, સુંદર હરિ.અંતર.

કૃષ્ણાનંદ સ્વામી
૨ / ૪

અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે

નિષ્કુળાનંદસ્વામી
૨ / ૪

અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે

દયાનંદ સ્વામી
૪ / ૪

અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે

નિષ્કુળાનંદસ્વામી
૪ / ૪

અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે આવ્યો શરણ તમારે ભવસાગર ફેરા ફરી રે

મનમોહન
૧ / ૧

અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંતરજામી શ્રી કૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અંતરના જામી શું કહીએ આપને

મનમોહન
૧ / ૧

અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે

નિષ્કુળાનંદસ્વામી
૧ / ૪

અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર,

જગદીશાનંદ સ્વામી
૧ / ૪

અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૮

અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૨

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧૦ / ૧

અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી;

નારાયણદાસજી
૪ / ૬

અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય, પંડિત રંક ને રાય કે

જગદીશાનંદ સ્વામી
૧ / ૧

અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઇ, માતાપિતાને ભાઇ દીકરા

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે ૩/૪

૩ / ૪

અંતે સંતને તેડાવે રે પ્રભુનું ભજન કરવા..

દેવાનંદ સ્વામી
૬ / ૬

અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ;

નારાયણદાસજી
૧ / ૧

અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અંસુવન સુખે રે મોરી અખિયાં

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર અકળ ગતિ છે તમારી રે

મનમોહન
૧ / ૧

અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૬ / ૮

અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૨

અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે, તે તો પામે બ્રહ્મ સુસુપ્તિમાં લીન રે

૧ / ૧૫

અક્ષર પર હરિ શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે

૩ / ૧૫

અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં;

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧૦ / ૧૨

અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે,

જ્ઞાનાનંદ સ્વામી
૪ / ૪

અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ

ધર્માનંદ સ્વામી
૨ / ૩

અક્ષરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી,

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ આપવા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે,

માવદાનજી રત્નું
૧ / ૧

અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર ૨/૨

નારાયણદાસજી
૨ / ૨

અક્ષરના વાસી રે અવની આવીયા,

નારાયણદાસજી
૧ / ૪

અક્ષરના વાસી વ્હાલો આવ્યા અવની પર

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરના વાસીરે અવની આવ્યાછે;

નારાયણદાસજી
૧ / ૫

અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રેલ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી લાવ્યા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા ફળિયા.

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૮ / ૮

અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરપતી આવિયા અવતારી રે,

નારાયણદાસજી
૧ / ૨

અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરવાસી અલબેલા તમ પરવારી

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે.

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી વિલાસી વડતાલના રે, ભલે આવ્યા ભુપર ધરી ભાવ;

નારાયણદાસજી
૨ / ૪

અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;

નારાયણદાસજી
૧ / ૪

અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં,

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ,

મુક્તાનંદ સ્વામી
૪ / ૪

અખંડ રહો મંદિરિયે મારે, મોહી હું તો છોગલિયે તારે

મુક્તાનંદ સ્વામી
૨ / ૬

અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર ;

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખિયનકી લગી ચટકી સજની અંખિ.

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયનમેં હો અખિયનમેં. લટક, લાલનકી વસી

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અખિયા રંગદીની, શ્યામ મોહે બાવરી કીની

શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ
૪ / ૪

અખિયાં અટકી દેખત બનવારી..

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રહી લખી છબી નટકી

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રૂપ રસાલ , દેખી મુખ મદન ગોપાલ.....

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી સલોને રૂપ;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં અબીર ગુલાલસે ભરી .

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ઉરજ રહીરે, રસિક તેરે રૂપમેં૪/૪

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ઓટ ભયે અકુલાત

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં તેરી ચટક રંગીલિયાં વે;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૫

અખિયાં દરશ વિના દુઃખ પાવે, પ્રાણજીવન પિયાદર્શકી પ્યાસી, પળ જુગ સમ એક જાવે

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં દરશદી પ્યાસીયાં પ્યારાવે;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ધરત નાહીં ધીર સૈયો મોરીવે;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ફરકન લાગી રે, અબ રે સૈયા મોરી, દૃગ ફરકત મોરી અંગિયા તરકત

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં ભરી હે ગુલાલસે મોરી....

દેવાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં રૂપ લોભાણી રસિયાવરકે

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં લગીરી મોય..

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪
www.swaminarayankirtan.org © 2025