રાખજો વાલા રાખજો, તમારા રાખજો૧/૨

રાખજો વાલા રાખજો, તમારા રાખજો, હાથમાં હાથ હરિ રાખજો,
પાપ બાળી નાખજો, દયા સદા રાખજો, મૂર્તિમાં સાથ સદા રાખજો...ટેક
તમે કર્તાપણે રહેજો પ્રભુ પ્યારા, રાખો અકર્તા અમોને નાથ ન્યારા,
અણું અણુંમાં તારા ઉતારા...હોંશીલા હાથમાં૦ ૧
તારી મૂર્તિની મોહની છે ન્યારી, એમાં મોહ્યા છે સાધુ ને સંસારી,
એતો પ્રતાપ છે તારો અતિ ભારી...હોંશીલા હાથમાં૦ ૨
ગાવા ગુણ તારા મારે એકધારા, મને લાગો છો પ્રભુ બહુ પ્યારા,
મને અખંડ છો આનંદ દેનારા...હોંશીલા હાથમાં૦ ૩
જ્ઞાનજીવનના આનંદ અપારા, મહામોંઘા મારા માવ છો ઉદારા,
થયા સંતો માટે મનુષ્ય આકારા...હોંશીલા હાથમાં૦ ૪

મૂળ પદ

રાખજો વાલા રાખજો, તમારા રાખજો

મળતા રાગ

ખેંચુ તારા ગાલો....

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી