ગુણવંતા ગિરિધારી લાલ, મંદિર મારે આવોને ૪/૪

ગુણવંતા ગિરિધારી લાલ, મંદિર મારે આવોને;
	મારો પૂરોને મનનો કોડ, કે હેતે બોલાવોને...ટેક.
બેસો ઓરડીએ અલબેલ, ઢોલીડો ઢાળીને;
	મનમોહન મીઠાં ગીત, ગાવો દઈ તાળીને...ગુણ૦ ૧
આવો આંગણિયે મહારાજ, રસિકવર જોવાને;
	આવો મનડું મોવા છેલ, ગાવડલી દોવાને...ગુણ૦ ૨
આવો જોવા વલોણું લાલ, જાઉં તારે વારણે;
	નાખી આપું ચાકળિયો નાથ, બેસો મારે બારણે...ગુણ૦ ૩
આવો મરમાળા મહારાજ, કે દિલ મારું કળવાને;
	આવો પ્રેમસખીના પ્રાણ, ભુજ ભરી મળવાને...ગુણ૦ ૪
 

મૂળ પદ

આવો જીવન જાદવરાય જોવું તારી મૂર્તિ;

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0