Logo image

શોભા શી કહું રે રૂડી, વરણન કરતાં જાય ચિત્ત બૂડી

શોભા શી કહું રે રૂડી, વરણન કરતાં જાય ચિત્ત બૂડી;
          હરિવર જોયા રે રંગમાં, મોહી હું તો રસિયાજીના અંગમાં...૧
ઉદર અનુપમ રે નીરખી, ઉપમા પીપળ પાનના સરખી;
         ત્રિવળી સુંદર રે શોભે, જોઈ જોઈ ચિત્તડાં મારાં લોભે...૨
નાભિ ઊંડી રે રૂપાળી, બ્રહ્મા બેસે ત્યાં આસન વાળી;
         કટિલંક જોઈને રે મનમાં,મૃગપતિ લાજી રહ્યો મહાવનમાં...૩
હરિએ ઉપવીત રે ધારી, મુનિનાં મનને આનંદકારી;
         નીરખી આનંદ રે પામી, આવા રૂડા પ્રેમસખીના સ્વામી...૪

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
વર્ણન
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
મૂર્તિ વર્ણન
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કિર્તન દિવાળી
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026