રંગનો ભીનો રે જોઈ, હરિનાં જુગલ ચરણ પર મોહી ૩/૬

રંગનો ભીનો રે જોઈ, હરિનાં જુગલ ચરણ પર મોહી;
	સાથળ રૂડા રે કેવા, નીરખી મનમાં રાખ્યા જેવા	...૧
ગોળ છે જાડા રે સ્વરૂપે, ઉપમા કદળી સ્તંભની ઓપે;
	શોભિત શોભા રે ધામ, વ્રજ વનિતાના પૂરણકામ	...૨
સુંદર શોભે રે જાનું, નીરખી ધન્ય ભાગ્ય કરી માનું;
	જંઘા જુગલને રે નીરખી, ચંદન ચરચી મનમાં હરખી	...૩
ઘૂંટી અનુપમ રે પાની, નીરખી મનમાં રાખું છાની;
	એ પદ ઉરમાં રે ધારી, પૂજી પ્રેમસખી બલિહારી	...૪
 

મૂળ પદ

શોભા શી કહું રે રૂડી, વરણન કરતાં જાય ચિત્ત બૂડી

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભગવત્ચરણદાસજી સ્વામી- રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભગવત્ચરણ સ્વામી કીર્તન
Studio
Audio
0
0