એ ચરણના રે ભોગી, શિવ સનકાદિક શુક જેવા જોગી ૫/૬

એ ચરણના રે ભોગી, શિવ સનકાદિક શુક જેવા જોગી;
	મનમાં વિચારે રે પ્રીતે, તેણે કરી કામાદિક રિપુ જીતે	...૧
ધ્યાનમાં નખમણિ રે દેખે, ઝીણી આંગળિયોની રેખે;
	જોઈ ચિહ્ન જમણે રે અંગૂઠે, બીજે નવ રાચે ભામે જૂઠે...૨
ઋષિગણ પૂજે રે આનંદે, ભવ બ્રહ્માદિક નિત્ય ઊઠી વન્દે;
	શેષ સંભારે રે મનમાં, પૂજે ગોવાળ વૃંદાવનમાં	...૩
કુચને કુમકુમ રે સમારી, ઉર પર રાખે વ્રજની નારી;
	ઉપનિષદનો રે સાર, પ્રેમસખી કરી રાખે ઉર હાર	...૪
 

મૂળ પદ

શોભા શી કહું રે રૂડી, વરણન કરતાં જાય ચિત્ત બૂડી

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભગવત્ચરણદાસજી સ્વામી- રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભગવત્ચરણ સ્વામી કીર્તન
Studio
Audio
0
0