સુંદર શોભે રે રસિયો વ્હાલો મારા હૃદયકમળમાં વસિયો૬/૬

પદ ૧૮૫૮ મું.૬/૬

સુંદર શોભે રે રસિયો વ્હાલો મારા હૃદયકમળમાં વસિયો;

રૂપ અલૌકીકરે જોઇ, ઉપમા તોલે ના આવે કોઇ . ૧

નિત્ય ઉઠી નારદરે ગાવે, શેષ સહસ્ત્ર મુખ પાર ન પાવે;

શ્રીનારાયણરે સ્વામી, હું તો એ જોઇને આનંદ પામી. ૨

નખશિખ શોભારે વખાણી, સુફલ કરું છું મારી વાણી;

અંગો અંગનેરે ગાવું, હવે હું પાછી ભવમાં નાવું. ૩

હવે હું તો થઇ છું રે માતી, હરિના ગુણ સાગરમાં ન્હાતી;

વહાલે મને ઝાલીરે હાથે, રસિયે પ્રેમસખીને નાથે. ૪

મૂળ પદ

શોભા શી કહુંરે રૂડી, વરણન કરતાં જાયે ચિત્ત બૂડી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


મારે તમ સંગ પ્રીત
Studio
Audio
0
1
 
નમુનો
આખું
ડાઉનલોડ
ભગવત્ચરણદાસજી સ્વામી- રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભગવત્ચરણ સ્વામી કીર્તન
Studio
Audio
0
1