પ્રેમશું પધારો હરિ રે અલબેલા મારે, પ્રેમશું પધારો હરિ;૨/૪

પદ ૧૮૯૨ મું. ૨/૪

પ્રેમશું પધારો હરિ રે અલબેલા મારે, પ્રેમશું પધારો હરિ;

રહી છું અરજી કરી. પ્રેમશું .ટેક

સુંદર વાળી છે શેરી, મોતીડા મેલ્યા છે વેરી;

તોરણ મેં તો બાંધ્યા ફેરીરે. અલ ૧

બાંધી છે હિંડોળા ખાટ, રહી છું જોઇને વાટ;

એક પગે આશ ભરીરે. અલ. ૨

વેહેલીરી ઉઠીને રે હરિ, રસોઇ મેલી છે કરી;

આવી છું ઢાંકીને ધરીરે. અલ. ૩

વેહેલેરા પધારો વહાલા, વાર શું કરો છો ઠાલા;

ભોજનિયા જાયે છે ઠરી રે. અલ. ૪

પ્રેમીને વશ હરિ, પધારો કરુણા કરી;

પ્રેમસખી સાથે ખરી રે. અલ. ૫

મૂળ પદ

એકવાર મંદિર આવો વહાલાજી મારે, એકવાર મંદિર આવો,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


પ્યારા ઘનશ્યામ
Studio
Audio
0
0