સખી પ્રેમી જાણે વાત પ્રીતની જો૪/૪

પદ ૧૮૯૮ મું.૪/૪

સખી પ્રેમી જાણે વાત પ્રીતની જો;

શું જાણે બીજા એ રીતની જો . સખી. ટેક

સખી ભ્રમર લોભી રસ સારના જો;

શુ જાણે દાદુર ભોગી ગારના જો. સખી. ૧

સખી હંસ તો મુક્તાફલને જમે જો;

મુવા બગલાને એક માછલાં ગમે જો. સખી. ૨

સખી પ્રેમીજન હંસ મોતી શ્યામ છે જો;

જેને શ્યામ વિના બીજુ હરામ છે જો. સખી. ૩

સખી અમૃત પીતાં ટળી વાસના જો;

તે નવ જાણે બ્હેની સ્વાદ છાસના જો. સખી. ૪

સખી જીવવું જેનું નાથ કારણે જો;

પ્રેમસખી જાયે એને વારણે જો. સખી. ૫

મૂળ પદ

સખી વારણે જાઉં તારી પ્રીતને જો

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

કીર્તન આરાધના
Live
Audio
0
0