આવો આવો સુંદર શ્યામ, ભુવન મારે ડોલતા રે લોલ ૫/૮

આવો આવો સુંદર શ્યામ, ભુવન મારે ડોલતા રે લોલ;
	હસતાં હસતાં સુંદર વેણ, કમળમુખ બોલતા રે લોલ...૧
ચિત્તડે ચોંટી સુંદર શ્યામ, ચપળતા નેણની રે લોલ;
	મન મારું મોહ્યું મોહનલાલ, મધુરતા વેણની રે લોલ...૨
રસિયા લાગ્યો મુજને રંગ, ચટકતી ચાલનો રે લોલ;
	જોતાં તૃપ્ત ન થાયે નેણ, કે ચંદ્રમા ભાલનો રે લોલ...૩
રસિયા ઝાલ્યો છે મારો હાથ, રખે હવે છોડતા રે લોલ;
	વાલા રે’જો મન મારે વાસ, આળસ અંગે મોડતા રે લોલ...૪
વાલા જાતાં વળતાં શ્યામ, શેરીએ મારી નીસરો રે લોલ;
	રસિયા પ્રેમસખીના નાથ, મુને મા વીસરો રે લોલ...૫
 

મૂળ પદ

સજની પુછોને નંદજીનો લાલ કે કેમ ચંચળ થયા રે લોલ

મળતા રાગ

ઢાળ : વંદું સહજાનંદ રસરૂપ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

અજાણ સ્વરકાર
કવ્વાલી
Studio
Audio
0
0