મુને વહાલા છો પ્રાણથી નાથ રે, સુંદર શામળિયા૪/૪

પદ ૧૯૫૧ મું.૪/૪

મુને વહાલા છો પ્રાણથી નાથ રે, સુંદર શામળિયા;

મારો જીવડો ફરે છે તમ સાથ રે, સુંદર શામળિયા. ૧

મારા નેણાં ચકોર તમે ચંદ રે, સુંદર શામળિયા;

તમને જોઉ ત્યારે આનંદ રે, સુંદર શામળિયા. ૨

પ્રીત કોયલ તમે રુતુરાજ રે, સુંદર શામળિયા;

તમ વિના થાયે છે ઘણી દાઝ રે, સુંદર શામળિયા. ૩

મારું ચિત ચાતક સ્વાત શ્યામ રે, સુંદર શામળિયા

તમ વિના બીજુ હરામ રે. સુંદર શામળિયા. ૪

મન મીન તમે સાગર પીવ રે. સુંદર શામળિયા;

તમ વિના તલફી જાયે જીવ રે, સુંદર શામળિયા ૫

ઘન શ્યામ તમે હું છું મોર રે, સુંદર શામળિયા;

તમ વીના મરું છું કરી શોર રે, સુંદર શામળિયા. ૬

હું તો ભમર કમળ તમે માવ રે, સુંદર શામળિયા;

આજ આવ્યો છે મારો દાવ રે, * સુંદર શામળિયા. ૭

તારું મુખડું જોયાની તાણ રે, સુંદર શામળિયા;

આવો પ્રેમસખીના પ્રાણ રે, સુંદર શામળિયા. ૮

“આજ આવ્યા છો મારે દાવરે “ પાઠાન્તર ચે.

મૂળ પદ

ઓરા આવોને વારી જાઉં લાલ રે, નંદના નંદનજી;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
વિરેન ફીચડીયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0