શી કહું શોભા અંગની, જોઈ લોચનિયાં લોભાય, ચિત્તડું ચોરે છે ૨/૪

શી કહું શોભા અંગની, જોઈ લોચનિયાં લોભાય, ચિત્તડું ચોરે છે...ટેક.
	નીરખી નાસા કીરને, મારાં ભવનાં પાતક જાય	...ચિત્તડું૦ ૧
અધર પ્રવાળાની ઉપમા, જાણે કુંદકળી સમ દાંત		...ચિત્તડું૦
	ચિબુક તણી શોભા ઘણી, કંબુ કંઠ જોયાની ખાંત	...ચિત્તડું૦ ૨
વક્ષસ્થળ વહાલું ઘણું, મને મળવા વાધે પ્રીત		...ચિત્તડું૦
	આજાનબાહુ ઉર ધરી, આવો મળીએ મોહન મીત	...ચિત્તડું૦ ૩
ઉદરમાંહી ત્રિવળી પડે, ઊંડી નાભિ નૌતમ જોઈ		...ચિત્તડું૦
	શ્યામ કટિ સોહામણી, ઉર માંહી રહ્યું મન મોઈ	...ચિત્તડું૦ ૪
જાનુ જુગલ છબી જોઈને, મારો સુફળ થયો અવતાર		...ચિત્તડું૦
	પિંડી પાની નીરખતાં, મારો દૂર થયો સંસાર	...ચિત્તડું૦ ૫
સોળે ચિહ્ન જુક્ત છે, એવી જુગલ ચરણની જોડ		...ચિત્તડું૦
	અખંડ રહો આવી ઉરમાં, પૂરો પ્રેમાનંદના કોડ	...ચિત્તડું૦ ૬
 

મૂળ પદ

ધર્મકુંવર ઘનશ્યામજી, મારા પ્રાણતણા આધાર જોઇને જીવું છું.

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભગવત્ચરણદાસજી સ્વામી- રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભગવત્ચરણ સ્વામી કીર્તન
Studio
Audio
0
0