પ્રથમ શ્રીહરિને રે, ચરણે શીશ નમાવું; નૌતમ લીલા રે, નારાયણની ગાઉં ૧/૧૦


પ્રથમ શ્રીહરિને રે, ચરણે શીશ નમાવું;
	નૌતમ લીલા રે, નારાયણની ગાઉં	...૧
મોટા મુનિવર રે, એકાગ્ર કરી મનને;
	જેને કાજે રે, સેવે જાય વનને		...૨
આસન સાધી રે, ધ્યાન ધરીને ધારે;
	જેની ચેષ્ટા રે, સ્નેહ કરી સંભારે	...૩
સહજ સ્વાભાવિક રે, પ્રકૃતિ પુરુષોત્તમની;
	સુણતાં સજની રે, બીક મટાડે જમની	...૪
ગાઉં હેતે રે, હરિનાં ચરિત્ર સંભારી;
	પાવન કરજ્યો રે, પ્રભુજી બુદ્ધિ મારી	...૫
સહજ સ્વભાવે રે, બેઠા હોય હરિ જ્યારે;
	તુલસીની માળા રે, કર લઈ ફેરવે ત્યારે	...૬
રમૂજ કરતાં રે, રાજીવનેણ રૂપાળા;
	કોઈ હરિજનની રે, માગી લઈને માળા	...૭
બેવડી રાખી રે, બબે મણકા જોડે;
	ફેરવે તાણી રે, કંઈક માળા તોડે	...૮
વાતો કરે રે, રમૂજ કરીને હસતા;
	ભેળી કરી રે, માળા કરમાં ઘસતા	...૯
ક્યારેક મીંચી રે, નેત્રકમળને સ્વામી;
	પ્રેમાનંદ કહે રે, ધ્યાન ધરે બહુનામી	...૧૦
 

મૂળ પદ

પ્રથમ શ્રીહરિને રે, ચરણે શીશ નમાવું

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સમૂહગાન
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

પરંપરાગત (સ્વરકાર)
નિત્ય નિયમ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

કીર્તનપ્રિય (સ્વરકાર)

Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ઉદિત નારાયણ

અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
અજાણ સ્વરકાર

Studio
Audio
1
0
 
આખું
ડાઉનલોડ
વિડિયો
સંતવૃંદ સમૂહગાન
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
પરંપરાગત
શ્રીહરિની સ્વભાવિક ચેષ્ટા
Studio
Audio & Video
0
0