મનુષ્યલીલા રે, કરતા મંગલકારી; ભક્ત સભામાં રે, બેઠા ભવભયહારી ૩/૧૦


મનુષ્યલીલા રે, કરતા મંગલકારી;
	ભક્ત સભામાં રે, બેઠા ભવભયહારી	...૧
જેને જોતાં રે, જાયે જગ આસક્તિ;
	જ્ઞાન વૈરાગ્ય રે, ધર્મ સહિત જે ભક્તિ	...૨
તે સંબંધી રે, વાર્તા કરતાં ભારી;
	હરિ સમજાવે રે, નિજજનને સુખકારી	...૩
યોગ ને સાંખ્ય રે, પંચરાત્ર વેદાંત;
	એ શાસ્ત્રનો રે, રહસ્ય કહે કરી ખાંત	...૪
જ્યારે હરિજન રે, દેશ દેશના આવે;
	ઉત્સવ ઉપર રે, પૂજા બહુવિધ લાવે	...૫
જાણી પોતાના રે, સેવકજન અવિનાશી;
	તેમની પૂજા રે, ગ્રહણ કરે સુખરાશી	...૬
ભક્ત પોતાના રે, તેને શ્યામ સુજાણ;
	ધ્યાન કરાવી રે, ખેંચે નાડી પ્રાણ	...૭
ધ્યાનમાંથી રે, ઉઠાડે નિજ જનને;
	દેહમાં લાવે રે, પ્રાણ ઇન્દ્રિય મનને	...૮
સંત સભામાં રે, બેઠા હોય અવિનાશ;
	કોઈ હરિજનને રે, તેડવો હોય પાસ	...૯
પહેલી આંગળી રે, નેત્ર તણી કરી સાન;
	પ્રેમાનંદ કહે રે, સાદ કરે ભગવાન	...૧૦
 

મૂળ પદ

પ્રથમ શ્રીહરિને રે, ચરણે શીશ નમાવું

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
સંતવૃંદ સમૂહગાન
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
પરંપરાગત
શ્રીહરિની સ્વભાવિક ચેષ્ટા
Studio
Audio & Video
0
0