ઓરા આવો શ્યામ સ્નેહી, સુંદરવર જોઉં વહાલા ૧/૮

ઓરા આવો શ્યામ સ્નેહી, સુંદરવર જોઉં વહાલા;
	જતન કરીને જીવન મારા, જીવમાંહી પ્રોઉં વહાલા...૧
ચિહ્ન અનુપમ અંગોઅંગના, સુરતે સંભારું વહાલા;
	નખશિખ નીરખી નૌતમ મારા, ઉરમાં ઉતારું વહાલા...૨
અરુણ કમળ સમ જુગલ ચરણની, શોભા અતિ સારી વહાલા;
	ચિંતવન કરવા આતુર અતિ, મનવૃત્તિ મારી વહાલા...૩
પ્રથમ તે ચિંતવન કરું, સુંદર સોળે ચિહ્ન વહાલા;
	ઊર્ધ્વરેખા ઓપી રહી, અતિશે નવીન વહાલા...૪
અંગૂઠા આંગળી વચ્ચેથી, નીસરીને આવી વહાલા;
	પાનીની બે કોરે જોતાં, ભક્તને મન ભાવી વહાલા...૫
જુગલ ચરણમાં કહું મનોહર, ચિહ્ન તેનાં નામ વહાલા;
	શુદ્ધ મને કરી સંભારતાં, નાશ પામે કામ વહાલા...૬
અષ્ટકોણ ને ઊર્ધ્વરેખા, સ્વસ્તિક જાંબુ જવ વહાલા;
	વજ્ર અંકુશ કેતુ ને પદ્મ, જમણે પગે નવ વહાલા...૭
ત્રિકોણ કળશ ને ગોપદ સુંદર, ધનુષ ને મીન વહાલા;
	અર્ધચંદ્ર ને વ્યોમ સાત છે, ડાબે પગે ચિહ્ન વહાલા...૮
જમણા પગના અંગૂઠાના, નખમાંહી ચિહ્ન વહાલા;
	તે તો નીરખે જે કોઈ ભક્ત, પ્રીતિએ પ્રવિણ વહાલા...૯
એજ અંગૂઠાને બા’રે, તિલ એક નૌતમ ધારું વહાલા;
	પ્રેમાનંદ કહે નીરખું પ્રીતે, પ્રાણ લઈ વારું વહાલા...૧૦
 

મૂળ પદ

ઓરા આવો શ્યામ સ્નેહી, સુંદરવર જોઉં વહાલા

મળતા રાગ

ધોળ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સમૂહગાન

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

પરંપરાગત (સ્વરકાર)
નિત્ય નિયમ
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
વિડિયો
સંતવૃંદ સમૂહગાન
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
પરંપરાગત
શ્રીહરિની સ્વભાવિક ચેષ્ટા
Studio
Audio & Video
0
1