રૂપાળા છો રાજીવ લોચન, ધર્મતણા કુમાર વહાલા ૫ /૮

રૂપાળા છો રાજીવ લોચન, ધર્મતણા કુમાર વહાલા;
	શોભાની છો સીમા મારા, નેણતણા શણગાર વહાલા...૧
ડાબી ભુજાના મૂળથી હેઠે, ત્રણ તસુ છે જો વહાલા;
	છાપતણા એક ચિહ્ન માંઈ, નિત મન મારું રહેજો વહાલા...૨
ડાબી કૂણીથી હેઠો નૌતમ, ઉપરલે ભાગે વહાલા;
	તિલ એક જોતા મારા મનને, રુડો બહુ લાગે વહાલા...૩
ડાબા હાથના અંગૂઠા, પાસેની આંગળીએ વહાલા;
	નખને પાસે નાનો તિલ, મનમાં ધારી લહીએ વહાલા...૪
એ આંગળી ને વચલી આંગળી, એ બેઉને મધ્યે વહાલા;
	એક તિલ છે અતિ નૌતમ, જોયા જેવો સંધે વહાલા...૫
ડાબા હાથના પોંચા ઉપર, સુંદર તિલ છે એક વહાલા;
	એ માંહી તે મનડું મારું, વળગ્યું વિશેક વહાલા...૬
બે હાથની હથેળી છે, રાતી સુખધામ વહાલા;
	હથેળીમાં રેખા થોડી, થોડી છે જો શ્યામ વહાલા...૭
બે હથેળીના મૂળ ઉપર, આઠ તસુ જોતા વહાલા;
	છાપતણાં બે ચિહ્નો અનુપમ, ચિત્તમાં પરોતાં વહાલા...૮
બે હાથના નખ નૌતમ, છે રાતા ચડિયાતા વહાલા;
	અગ્ર ભાગે તીક્ષણ છે, અતિ રૂડા દેખાતા વહાલા...૯
કંઠ વચ્ચે તિલ એક અનુપમ, જોતાં દુ:ખ જાયે વહાલા;
	તેની પાસે નાનો તિલ એક, પ્રેમાનંદ ગાયે વહાલા...૧૦
 

મૂળ પદ

ઓરા આવો શ્યામ સ્નેહી, સુંદરવર જોઉં વહાલા

મળતા રાગ

ધોળ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
પરંપરાગત
ધ્યાન ચિંતામણી
Studio
Audio
0
0