શિક્ષાપત્રી પાળો સહુ શિક્ષાપત્રી પાળો ૧/૧

શિક્ષાપત્રી પાળો સહુ શિક્ષાપત્રી પાળો,
પ્રભુ પાસે જાવું હોય તો શિક્ષાપત્રી પાળો...ટેક
સર્વોપરી શ્રીજી સુખધામે લખેલી, સર્વે શાસ્ત્રના સાર રૂપે ભરેલી,
હે...વર્તીને એ પ્રમાણે કારણદેહ બાળો...પ્રભુ૦ ૧
લોપતા તો એને સુખ નહિ આવે જરી, પાળતા તો એને પામે શાંતિ ખરી,
હે...ધર્મ અર્થ કામ મોક્ષ પામી દુઃખ ટાળો...પ્રભુ૦ ૨
શિક્ષાપત્રી રૂપે પ્રભુ પ્રગટ છે, નાની એવી શિક્ષાપત્રી મહાસુખ આપે,
હે...સૌને સુખ આપે છે કાપે છે જમ જાળો...પ્રભુ૦ ૩
ઘોર કળિકાળમાં એ મોક્ષ નીસરણી, એ પ્રમાણે વર્તે એના સર્વે પાપ હરણી,
હે...‘જ્ઞાન' કહે ધર્મ સહિત ભજો ધર્મલાલો...પ્રભુ૦ ૪

મૂળ પદ

શિક્ષાપત્રી પાળો સહુ શિક્ષાપત્રી પાળો

મળતા રાગ

બાલા જોગી આવ્યા વાવ્યે.

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી