વંદુ સહજાનંદ ભવમોચન, રૂપનિધાન કમલદળ લોચન૧/૧૬

પદ ૨૦૨૩ મું. – રાગ ગરબી.૧/૧૬

વંદુ સહજાનંદ ભવમોચન, રૂપનિધાન કમલદળ લોચન.

વંદુ ધર્મકુંવર વરદાયક, વહાલો મારો અખીલભુવનનો નાયક. ૨

વંદુ હરિકૃષ્ણ પદપાવન, જનમમરણના દુઃખ નસાવન . ૩

વંદુ ધર્માત્મજ બહુનામી, નિરમળ બુદ્ધિ આપો સ્વામી. ૪

વર્ણવું નખશિખ રૂપ તમારું, ઉરમાં આનંદનું કરાનારું. ૫

સુંદર મૂરતિ છે ઘનશ્યામ, રૂપ શિલ ગુણ સુખનું ધામ. ૬

તરુન પુષ્ટ તન પંકજ નેણાં, મંઝૂલ મધુર મનોહર વેણા. ૭

મૂરતિ ઉંચી કરી વખાણું, ગોપીનાથ મૂરતિ પરમાણું * ૮

સુંદર રૂપ છટા તન માંહી, નિરખી કોટિક કામ લજાઇ. ૯

ચંચલ ચતુર રૂદે લખી રાખું, પ્રેમાનંદ કે' પ્રાણ વારી રાખું. ૧૦

*”સવાચોસઠ તસુ ઉંચી મૂર્તિ હતી. ગઢડાના મંદિરમાં શ્રીગોપીનાથજીની

મૂર્તિ છે તે બરોબર શ્રીજીના સ્વરૂપ જેટલી જ ઉંચી છે”

મૂળ પદ

વંદુ સહજાનંદ ભવમોચન, રૂપનિધાન કમલદળ લોચન

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0